24 January, 2020 10:16 AM IST | Vadodara
વડોદરા મહાનગરપાલિકા
વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ-૨૦૨૦-૨૧નું રૂપિયા ૩૭૭૦ કરોડનું બજેટ મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે રજૂ કર્યું હતું જેમાં રૂપિયા ૧૬૨૧ કરોડનાં વિકાસ કામો કરવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરમાં ૮ નવા બ્રિજ, એક ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. આ ઉપરાંત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વાહનો સહિત સાધનો ખરીદવાનું સૂચન કરવામાં આવ્યું છે. તેમ જ ગંદા પાણીનો ઉકેલ લાવવા માટે નિમેટા ખાતે ૬૪.૫૦ કરોડના ખર્ચે નવિન ૫૦ એમ.એલ.ડી. ક્ષમતાનો વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે. વિશ્વામિત્રી રિવરફ્રન્ટ માટે નવો ડી.પી.આર. તૈયાર કરવામાં આવશે. સલાહકારની નિમણૂક કરવામાં આવશે.
આ પણ વાંચો : સુરત મહાનગરપાલિકાનું 6003 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું
રૂપિયા ૩૫૦ કરોડના ખર્ચે શહેરના વૃંદાવન ચાર રસ્તા, ખોડિયારનગર ચાર રસ્તા, સરદાર એસ્ટેટ ચાર રસ્તા, સંગમ ચાર રસ્તા, વાસણા રોડ ચાર રસ્તા, સમા તળાવ અને માણેક પાર્ક ચાર રસ્તા પાસે ફ્લાયઓવર બનાવવામાં આવશે અને દરબાર ચોકડી, માંજલપુર પાસે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવશે. કારેલીબાગ ખાતે ૮ કરોડના ખર્ચે નવિન ફાયર સ્ટેશન બનાવવામાં આવશે.