27 September, 2024 02:21 PM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
ઉત્તર ગુજરાતમાં આવેલું શક્તિપીઠ અંબાજી મંદિર અને અંબાજી ગબ્બરની ફરતે આવેલી ૫૧ શક્તિપીઠનાં દર્શન માટે ઊમટેલા ધાર્મિક જનો.
ગુજરાતના પ્રવાસન પ્રધાન મૂળુભાઈ બેરાએ કહ્યું હતું કે ‘૨૦૨૩-’૨૪માં ૧૮.૫૯ કરોડથી વધુ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી, જેમાં ૧૭.૫૦ કરોડ સ્થાનિક પ્રવાસીઓ હતા, જ્યારે ૨૩.૪૩ લાખ વિદેશી પ્રવાસીઓ હતા. ૨૦૨૨-’૨૩ની સરખામણીએ ૨૦૨૩-’૨૪માં ગુજરાત આવતા પ્રવાસીઓની સંખ્યામાં ૨૪.૦૭ ટકાનો વધારો થયો છે. ધાર્મિક પ્રવાસન ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે. દેશભરમાં સૌથી વધુ ૧.૬૫ કરોડ માઈભક્તોએ અંબાજીમાં દર્શનનો લાભ લીધો હતો. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં ૯૭.૯૩ લાખ, દ્વારકા ખાતે ૮૩.૫૪ લાખ, પાવાગઢ મંદિરે ૭૬.૬૬ લાખ તેમ જ ડાકોર ખાતે ૩૪.૨૨ લાખ પ્રવાસીઓએ મંદિરમાં દર્શન કર્યાં હતાં. બિઝનેસના હેતુથી સૌથી વધુ અમદાવાદમાં ૨.૨૬ કરોડથી વધુ, જ્યારે સુરતમાં ૬૨.૩૧ લાખ, વડોદરામાં ૩૪.૧૫ લાખ, રાજકોટમાં ૧૮.૫૯ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.’
જાણવા જેવું
વ્યસ્ત જીવનમાંથી આનંદ માણવા માટે અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ પર ૭૯.૬૭ લાખ, સાબરમતી રિવરફ્રન્ટ પર ૪૪.૭૬ લાખ, સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે ૪૩.૫૨ લાખ તેમ જ ગુજરાતના હિલ સ્ટેશન સાપુતારાની ૧૧.૩૯ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.