11 April, 2023 12:38 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ગુજરાતમાં આજથી આકરી ગરમી પડવાનાં એંધાણ છે. ઉનાળાની શરૂઆતમાં ચોમાસાનો અનુભવ કરનાર ગુજરાતમાં હવે ગરમીનો પ્રકોપ શરૂ થશે અને આજથી આગામી ત્રણ દિવસ મૅક્સિમમ ટેમ્પરેચર ૪૧ ડિગ્રી રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ નાગરિકોએ વર્ષા ઋતુનો ભરપૂર અનુભવ કર્યો હતો. ઉત્તર હોય કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર હોય કે કચ્છ કે મધ્ય ગુજરાત હોય, ગુજરાતમાં ઠેકઠેકાણે ઉનાળાની શરૂઆત સાથે જ કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, પરંતુ હવે ગુજરાતવાસીઓએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડે એવી નોબત આવવાની છે.
ગુજરાતમાં આજે મૅક્સિમમ તાપમાન ૪૧ ડિગ્રી, આવતી કાલે ૪૦ ડિગ્રી અને ૧૪ એપ્રિલે ૪૧ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.