16 January, 2023 06:20 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાંદખેડા સ્થિત SMS હોસ્પિટલમાંથી એક મહિલા નર્સનો મૃતદેહ મળ્યો હતો. આ સાથે એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જોરે યુવતીના પરિવારજનો યુવતીની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરી રહ્યાં છે.
મૃતક યુવતી એસએમએસ હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરતી હતી. સાતમા માળેથી કૂદકો મારી યુવતીએ આપઘાત કર્યો. આપઘાત કર્યો એના ત્રણ દિવસ પહેલાથી યુવતી ગાયબ હતી, અને બાદમાં લટકતી હાલતમાં હોસ્પિટલમાંથી તેણીનો મૃતદેહ મળી આવ્યો. પ્રાથમિક તપાસમાં આ મામલે પ્રેમ પ્રકરણના એન્ગલથી જોવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ વર્ષે ૧૨થી ૧૫ મિલીમીટર જેટલું જમીનની અંદર ધસી રહ્યું છે
યુવતી ત્રણ દિવસથી ફરજ પર ના હોવાથી હોસ્પિટલ સત્તાધીશોએ આ અંગે પરિવારને જાણ કરી હતી. હોસ્પિટલના સાતમા માળે બંધ રૂમમાંથી યુવતની લાશ મળતા બધાને આઘાત લાગ્યો હતો. પરિવારે હોસ્પિટલ તંત્ર પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. આ મામલે ચાંદખેડા પોલીસે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.