10 February, 2024 06:58 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
વીડિયોમાંથી સ્ક્રીનશૉટ
Gujarat School Bus Fire: ગુજરાતના વલસાડ જિલ્લામાં શનિવારે એક સ્કૂલ બસમાં આગ લાગી હતી. દુર્ઘટનાનો શિકાર બનેલી આ બસમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સવાર હતા. સદ્નસીબે ત્રણ શિક્ષકો સાથે ડઝનેક બાળકો આ ઘટનામાં સુરક્ષિત રીતે બચી ગયા છે. મળતી માહિતી મુજબ, વલસાડના ધરમપુરમાં વિલ્સન હિલ્સ જતા રસ્તામાં એક સ્કૂલ બસમાં આગ (Gujarat School Bus Fire)લાગી હતી.
વલસાડ જિલ્લામાં શનિવારે એક સ્કૂલ બસમાં આગ લાગી હતી. ત્રણ શિક્ષકો સાથે ડઝનેક બાળકો આ ઘટનામાં બચી ગયા હતા. મળતી માહિતી મુજબ, વલસાડના ધરમપુરમાં વિલ્સન હિલ્સ જતા રસ્તામાં એક સ્કૂલ બસમાં આગ લાગી હતી. આ સ્કૂલ બસ સિલ્વાસાથી 30 સ્કૂલના બાળકો અને ત્રણ શિક્ષકોને પિકનિક માટે લઈ જઈ રહી હતી.
મળતી માહિતી મુજબ, આ સ્કૂલ બસમાં સિલવાસાથી સ્કૂલના 30 બાળકો અને ત્રણ શિક્ષકો પિકનિક માટે જઈ રહ્યા હતાં. ત્યારે રસ્તામાં આ અકસ્માત થયો હતો. જો કે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી કારણ કે ઘટના પહેલા તમામ મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતા.
તાજેતરમાં અહીં આગ લાગી હતી
જામનગર રિફાઈનરી ટાઉનશીપના મોતી ખાવડી સ્થિત રિલાયન્સ મોલમાં ગુરુવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ ઓલવવા માટે અનેક ફાયર ટેન્ડરોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. અગાઉ ગુજરાતના અંકલેશ્વરમાં એશિયન પેઈન્ટ્સના પ્લાન્ટમાં આગ લાગી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં મોટી જ્વાળાઓ દેખાઈ રહી હતી.
આગનું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. આગ મોલના ફર્નિચરને લપેટમાં લઈ લીધી છે. જામનગર ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ઘટના સમયે મોલ બંધ હતો. જામખંભાળિયામાં જામનગર હાઇવે પર 1-2 કિમી સુધી ટ્રાફિક જામ હતો કારણ કે મોલ હાઇવેની નજીક છે. સવારે 1 વાગ્યા સુધીમાં પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી પરંતુ કૂલીંગ અને વેન્ટિલેશનની પ્રક્રિયા સવારે 4 વાગ્યા સુધી ચાલુ રહી હતી.આ પહેલા આગની પુષ્ટિ કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ કહ્યું હતું કે, "આગ લાગવાનું કારણ તપાસ હેઠળ છે."