મૂળ મહેસાણા બિઝનેસમેને પીએમ મોદીને આપી અધધધ રૂપિયાની મિસાઇલ પ્રૂફ કાર, જાણો વિગત

09 September, 2024 09:21 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

Gujarat’s Mehsana Businessman Gifts Missile Proof car to PM Narendra Modi: આનંદ મહિન્દ્રાએ પીએમ મોદી માટે નવી સ્કોર્પિયો બનાવવાની ઓફર કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આખી દુનિયામાં પ્રખ્યાત છે અને તેમના કરોડો ફેન્સ છે. પીએમ મોદીને અનેક લોકોએ કરોડો રૂપિયાની ભેટ આપી છે તે પછી હીરાથી બનેલી તેમની પેઇન્ટિંગ પણ ગિફ્ટમાં મળી છે. જો કે હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મૂળ ગુજરાત મહેસાણાના (Gujarat’s Mehsana Businessman Gifts Missile Proof car to PM Narendra Modi) એક બિઝનેસમેને કાર ફાળવી હતી અને આ કોઈ મામૂલી કાર નથી તેમાં અનેક વિશેષ બાબત છે. તો ચાલી જાણીએ પીએમ મોદીને ફાળવવામાં આવેલી આ કારમાં શું વિશેષતા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Gujarat’s Mehsana Businessman Gifts Missile Proof car to PM Narendra Modi) બે દેશ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરે સુલતાન હાજી હસનલ બોલ્કિયાના આમંત્રણ પર બ્રુનેઈ અને સિંગાપોરની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત ભારત અને બ્રુનેઈ વચ્ચેના રાજદ્વારી સંબંધોની 40મી વર્ષગાંઠને સુસંગત કરી છે. આ મુલાકાત દરમિયાન, મૂળ ગુજરાતના મહેસાણાના વેપારી અંકિત પટેલ, જેઓ હાલમાં બ્રુનેઈમાં રહે છે, તેમણે પીએમ મોદીના કાફલામાં મિસાઇલ પ્રૂફ કારની ફાળવણી કરીને ચર્ચા જગાવી છે. બ્રુનેઈના સુલતાન, જે તેમના 300 થી વધુ ફેરારી અને 500 રોલ્સ-રોયસેસ કારના કલેક્શન માટે જાણીતા છે, તેમણે ભારતીય વડા પ્રધાન મોદી માટે વધુ સુરક્ષિત વાહનની વિનંતી કરી હતી. આ વિનંતીને આધારે પટેલની રૂપિયા પાંચ કરોડની મર્સિડીઝ-બેન્ઝ S580 4MATIC તરત જ કાફલામાં સુલતાનની બે બુલેટપ્રૂફ BMW 7 સિરીઝની કાર સાથે સામેલ કરવામાં આવી હતી.

કાફલામાં મિસાઇલ-પ્રૂફ કારનો સમાવેશ કરવાનો નિર્ણય મોદીની સિંગાપોરની મુલાકાત (Gujarat’s Mehsana Businessman Gifts Missile Proof car to PM Narendra Modi) દરમિયાન કડક સુરક્ષાની જરૂરિયાતને કારણે લેવામાં આવ્યો હતો. સુલતાન પાસે લક્ઝરી બુલેટપ્રૂફ કારનો મોટું કલેક્શન હોવા છતાં, બ્રુનેઈ સરકારે વધુ ઊંચા સ્તરની સુરક્ષાની માગ કરી હતી. છેલ્લા એક દાયકાથી બ્રુનેઈમાં બિઝનેસ કરી રહેલા અંકિત પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને આ ખાસ પ્રસંગ માટે તેમની કાર આપવા માટે તરત જ સંમત થયા હતા. ભારત અને બ્રુનેઈના રાજદ્વારી સંબંધોના 40 વર્ષના ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ ક્ષણ તરીકે સુલતાન હાજી હસનલ બોલ્કિયાએ વડા પ્રધાન મોદીને વ્યક્તિગત રીતે આમંત્રણ આપ્યું હતું. બ્રુનેઈ, 14મી સદીમાં રાજાશાહીનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવતો દક્ષિણપૂર્વ એશિયાનો એક નાનું રાષ્ટ્ર છે જે સુલતાનની વૈભવી વિશાળ સંગ્રહ સહિત, પુષ્કળ સંપત્તિ ધરાવતો શાહી પરિવાર દ્વારા ચલાવવામાં આવે છે.

આ સાથે દેશના જાણીતા અગ્રણી બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ (Gujarat’s Mehsana Businessman Gifts Missile Proof car to PM Narendra Modi) પીએમ મોદી માટે નવી સ્કોર્પિયો બનાવવાની ઓફર કરી હતી. જે એક વધુ મજબૂત અને સુરક્ષિત હોય. તેમાં આપણા વડા પ્રધાનની વધુ સારી સુરક્ષા અને સુરક્ષા હશે. મેક ઈન ઈન્ડિયા હોવાથી આ અંગે ના નહોતી પાડવામાં આવી, પરંતુ SPG (સિક્યોરિટી પર્સનલ ગ્રૂપ) નવી કાર માટે સંમત નહોતા અને તેમણે પીએમની સુરક્ષા માટે BMW 7 સિરીઝ હાઈ સિક્યુરિટી એડિશન જ વાપરવાનું નક્કી કર્યું હતું.

narendra modi singapore mehsana gujarat news gujarat