અમદાવાદમાં ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ શરૂ થયો

05 November, 2024 10:12 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

૧૦૦૦ મેટ્રિક ટન કચરાના નિકાલથી કલાકની ૧૫ મેગાવૉટ વીજળી ઉત્પન્ન થશે

અમદાવાદમાં વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ શરૂ થયો

ગુજરાતમાં અમદાવાદના પીપળજ ખાતે ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ શરૂ થયો છે. આ પ્લાન્ટમાં રોજ ૧૦૦૦ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરીને કલાકની ૧૫ મેગાવૉટ વીજળી ઉત્પન્ન કરાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા શહેરમાંથી રોજેરોજ નીકળતો હજારો મેટ્રિક ટન કચરો પિરાણા ખાતે ડમ્પ કરવામાં આવે છે. આ કચરાના નિકાલ માટે હવે એક કદમ આગળ વધીને મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા પ​બ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે શરૂ કરવામાં આવેલો આ પ્લાન્ટ શહેરને સ્વચ્છ બનાવવાની સાથે વીજળી પણ ઉત્પન્ન કરી પર્યાવરણને બચાવવાની દિશામાં યોગદાન આપશે. આ પ્લાન્ટ ૩૭૫ કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યો છે. 

ahmedabad gujarat gujarat news