14 August, 2019 03:24 PM IST | રાજકોટ
વિદ્યાર્થીઓએ અનાજમાંથી બનાવી તિરંગા રાખી
રાજકોટમાં વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ આ રક્ષાબંધન અને સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે અનોખી પહેલ કરી. વિદ્યાર્થીઓએ ખાસ અનાજ અને કઠોળમાંથી તિરંગા રાખી બનાવી છે. વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી ઘઉં, ચોખા, બાજરો, જુવાર, મગ, ચણા, તુવેર, ચોળી, તુવેરદાળ, મસુરદાળ, મગદાળ જેવા અનાજ અને કઠોળ લાવ્યા હતા. જેની મદદથી તેમણે 200 સ્કવેર ફૂટની મોટી પ્રેકર તિરંગા રાખડી બનાવી છે.
રાખડી બનાવવામાં 350 કિલો જેટલા અનાજ અને કઠોળનો ઉપયોગ થયો હતો. અને આ અનાજનું જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવશે. રોબિનહૂડ આર્મી, વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને રાજકોટ શહેરની ઝુંપડપટ્ટીમાં રહેતા જરૂરિયાતમંદોને આ અનાજ પહોંચાડશે. સાથે જ પક્ષીઓને લાયક અનાજ પાંજરાપોળ અને ચબુતરામાં અર્પણ કરવામાં આવશે.
આ પણ જુઓઃ બલા જેવી ખૂબસૂરત અને દુશ્મનો માટે કાળ સમાન છે આ મહિલા સૈનિકો
વિરાણી હાઈ સ્કૂલના તમામ વર્ગના વિદ્યાર્થીઓએ વર્ગદીઢ વૃક્ષારોપણ કર્યું હતું. સાથે જ તેમણે રોપેલા વૃક્ષોને કંકુ તિલક કરી રક્ષા બાંધી તેમને ઉછેરવાની અને પર્યાવરણનું રક્ષણ કરવાની ખાતરી આપી હતી. વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની આ પહેલ પ્રેરણાદાયક છે.