26 August, 2024 07:00 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)
ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને (Gujarat Rains) લઈને સમગ્ર રાજ્યમાં ભારે સમસ્યા નિર્માણ થઈ છે. ગુજરાતમાં વરસાદને કારણે લોકોનું જનજીવન ખોરવાઈ ગયું થઈ ગયું છે. છેલ્લા અનેક દિવસથી પડી રેહલા ભારે વરસાદને કારણે સંપૂર્ણ રાજ્યના રોડ ટ્રાન્સપોર્ટ સહિત રેલવે સેવાઓને પણ અસર થઈ છે. વાહન વ્યવહારની સેવા ખોરવાતા હજારો મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. મુશળધાર વરસાદને કારણે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અમુક જિલ્લાઓની દરેક પ્રાથમિક શાળાઓમાં રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ છુટ્ટી જાહેર કરી છે.
ભારે વરસાદને લીધે ગુજરાતમાં રેલવે સેવાને અસર થઈ છે જેને પગલે પશ્ચિમ રેલવે (Gujarat Rains) દ્વારા અમુક ટ્રેનોને રદ અને આંશિક રીતે રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે. આ ટ્રેનોમાં 26 ઓગસ્ટ 2024ના રોજ, ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રનોલી સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે. તે બાદ 26 ઓગસ્ટ 2024ના રોજ, ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનને રનોલી સ્ટેશનથી જ શરૂ થશે અને તે બાદ 26 ઓગસ્ટ 2024ના રોજ, ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રણોલી સ્ટેશનથી જ રવાના કરવામાં આવશે.
ગુજરાતના (Gujarat Rains) અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. સોમવારે ભારે વરસાદની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી હતી. અહીં વહેલી સવારે ત્રણ વાગ્યાથી જ જોરદાર વરસાદ પડી રહ્યો છે. શહેરમાં છેલ્લા 12 કલાકમાં છ ઈંચ વરસાદની નોંધ કરવામાં આવી છે. જેને લીધે શહેરના અનેક વિસ્તારોમાં સાત ફૂટ સુધી પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે ગુજરાતનો સરદાર સરોવર નર્મદા ડેમ લગભગ ઓવરફ્લો થઈ ગયો છે. આ ડેમ ઓવરફ્લો થવાના પહેલા જ સોમવારે સવારે ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમના દરવાજા ખોલવાને કારણે રાજ્યના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, વલસાડ સહિત 23 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ અંગે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની (Gujarat Rains) અધ્યક્ષતામાં વરસાદથી પ્રભાવિત જિલ્લાઓ જેમ કે વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા અને પંચમહાલના કલેક્ટરો સાથે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં લોકોને સલામત સ્થળે ખસેડવાના આદેશ આપવામાં હતા. મુખ્ય પ્રધાને કહ્યું કે રાજ્ય અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (એસડીઆરએફ અને એનડીઆરએફ) ટીમોને દરેક ખૂણે તહેનાત કરવામાં આવી છે અને જરૂરી સહાય માટે ઉપલબ્ધ રાખવામાં આવી છે. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે શનિવારે વલસાડ તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાંથી 300 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.