17 April, 2023 11:49 AM IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
ગુજરાત (Gujarat)ના રાજકોટ (Rajkot)જિલ્લામાં એક પુરુષ અને તેની પત્નીએ `ગિલોટિન` જેવા ઉપકરણનો ઉપયોગ કરીને પોતાનું માથું કાપીને આત્મહત્યા કરી હતી જેથી તેઓ તેમના માથાનું બલિદાન આપી શકે. પોલીસે રવિવારે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું હતું કે દંપતીએ આ `ગિલોટિન` ઉપકરણ ઘરે બનાવ્યું હતું.
હેમુભાઈ મકવાણા (38) અને તેની પત્ની હંસાબેન (35) એ વિંછીયા ગામમાં તેમના ખેતરમાં ઝૂંપડામાં ઓજારના બ્લેડથી માથું કાપીને આત્મહત્યા કરી હતી, એમ વિંછીયા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર ઈન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે પતિ-પત્નીએ આત્મહત્યાના આ પ્લાનને એવી રીતે અંજામ આપ્યો કે તેમનું માથું કપાઈ ગયા પછી તેઓ નીચે પટકાયા અને અગ્નિકુંડમાં હોમાય ગયા. તેમણે કહ્યું કે સ્થળ પરથી એક સુસાઈડ નોટ મળી આવી છે.
જાડેજાએ જણાવ્યું હતું કે "દંપતીએ દોરડા વડે બાંધેલા ગિલોટિન જેવા ઉપકરણની નીચે માથું મૂકતા પહેલા અગ્નિકુંડ તૈયાર કર્યો હતો. જલદી તેઓએ દોરડું છોડ્યું, લોખંડનો બ્લેડ તેમના પર પડ્યો, જેણે તેમના માથા કાપી નાખ્યા અને તેઓ અગ્નિકુંડમાં સરકી ગયા."
આ પણ વાંચો: ગીરમાં સિંહની તરસ છિપાવવા પીવાના પાણીના ૪૫૧ કૃત્રિમ કુંડ
તેમણે કહ્યું કે આ વિધિ શનિવારે રાત્રે કરવામાં આવી હતી. ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. દંપતીના પરિવારજનોએ જણાવ્યું કે બંને છેલ્લા એક વર્ષથી દરરોજ ઝૂંપડીમાં પૂજા કરતા હતા. અધિકારીએ જણાવ્યું કે દંપતીના બે બાળકો, માતા-પિતા અને અન્ય સંબંધીઓ છે જે નજીકમાં રહે છે. અધિકારીએ જણાવ્યું કે પરિવારના સભ્યોને રવિવારે સવારે આ વાતની જાણ થઈ અને તેઓએ પોલીસને જાણ કરી.
પોલીસ અધિકારીએ કહ્યું કે દંપતી પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં તેમણે તેમના સંબંધીઓને માતા-પિતા અને બાળકોની સંભાળ રાખવા વિનંતી કરી છે. અધિકારીએ જણાવ્યું કે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.