31 July, 2024 08:06 AM IST | Abdasa | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ગુજરાતમાં ગઈ કાલે કચ્છના અબડાસામાં ચાર ઇંચ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ પાટણ જિલ્લામાં બેથી ૪ ઇંચ જેટલો વરસાદ પડતાં જનજીવન પ્રભાવિત થયું હતું.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં ચાર ઇંચ જેટલો અને પાટણમાં ૩ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. પાટણમાં આનંદ સરોવર રોડ તેમ જ આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં.
પાટણ જિલ્લાની પૌરાણિક એવી કપિલા નદી તેમ જ બનાસકાંઠામાં રેલ નદીમાં પૂર આવતાં ધસમસતાં પાણી વહ્યાં હતાં. જિલ્લામાં પડેલા વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાયાં હતાં.
પાટણ જિલ્લાના લાખણી, ભાભર, સાંતલપુર, રાધનપુર તેમ જ કચ્છના માંડવીમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
કચ્છમાં અબડાસા ઉપરાંત માંડવીમાં બે ઇંચથી વધુ તેમ જ ભચાઉ અને લખપતમાં પણ વરસાદ પડ્યો હતો.
પાટણ અને કચ્છ ઉપરાંત દ્વારકા, સુરત, બનાસકાંઠા, ખેડા, મહેસાણા અને વલસાડ જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો.