બનાસકાંઠાના લાખણી પર આભ ફાટ્યું

03 July, 2024 02:57 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ઉત્તર ગુજરાતનો વારો કાઢ્યો મેઘરાજાએ

બનાસકાંઠાના લાખણી તાલુકાના અસાસણ ગામે ખેતરમાં જાણે નદી વહેતી હોય એટલી હદે પાણી ભરાયાં હતાં

લાખણી તાલુકામાં બે કલાકમાં ૬ ઇંચ સાથે કુલ ૯ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સ્થળ ત્યાં જળની સ્થિતિ : અનેક ગામો બન્યાં જળબંબાકાર, ગ્રામીણ વિસ્તારના લોકોની હાલત કફોડી બની : ઉત્તર ગુજરાતનો વારો કાઢ્યો મેઘરાજાએ : મહેસાણામાં અને યાત્રાધામ બહુચરાજીમાં ૪ ઇંચ વરસાદ : ભારે વરસાદને પગલે નડાબેટના રણમાં વરસાદના પાણી ભરાઈ જતાં રણ દરિયામાં ફેરવાયું

નવસારી જિલ્લામાં પડેલા વરસાદને કારણે અનેક વૃક્ષો ઊખડી જતાં વહીવટી તંત્રએ એને હટાવીને રસ્તા ખુલ્લા કર્યા હતા

જૂનાગઢ જિલ્લામાં ઓઝત નદીનાં પાણી ઘેડ પંથકમાં ફરી વળતાં ૩૩ ગામ સંપર્કવિહોણાં : સુરત જિલ્લાની ખાડીઓમાં પાણી આવતાં કુંભારિયા, સળિયા હેમાદ, બલેશ્વર સહિતનાં ગામડાંઓમાં પાણી ફરી વળ્યાં: ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧૬૯ તાલુકાઓમાં વરસાદ પડ્યો : ૪૧ તાલુકાઓમાં ૧ ઇંચથી ૯ ઇંચ જેટલો વરસાદ પડ્યો 

Gujarat Rains monsoon news Weather Update gujarat gujarat news