23 July, 2023 09:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુજરાતમાં આ વર્ષે ઠેર-ઠેર ભરાયેલા પાણીની ફાઇલ તસવીર
ગુજરાતમાં આજે પણ વરસાદનું જોર રહેશે. દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં આજે રેડ અલર્ટ જાહેર કરાયું છે, જ્યાં એક્સ્ટ્રીમલી હેવી રેઇનની તેમ જ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં છુટાંછવાયાં સ્થળોએ ભારેથી ખૂબ ભારે અને એકાંત સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ કચ્છ, જૂનાગઢ અને વલસાડ જિલ્લામાં છુટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની વધારે શક્યતા વ્યક્ત કરાઈ છે. જ્યારે આણંદ, વડોદરા, સુરત, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છુટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના બાકીના જિલ્લાઓમાં મોટા ભાગનાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.