midday

આજથી ગુજરાતમાં દેશભરના પોલીસ-જવાનો સ્વિમિંગ અને ડાઇવિંગનું કૌવત દેખાડશે

24 March, 2025 07:18 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

૪ પ્રકારની રમત-સ્પર્ધાઓમાં ૨૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૫૭૨ રમતવીરો ભાગ લેશે
 ઑલ ઇન્ડિયા પોલીસ ઍક્વાટિક્સ ક્લસ્ટર ચૅમ્પિયનશિપની ફાઇલ તસવીર.

ઑલ ઇન્ડિયા પોલીસ ઍક્વાટિક્સ ક્લસ્ટર ચૅમ્પિયનશિપની ફાઇલ તસવીર.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા આજથી ૨૮ માર્ચ દરમ્યાન ગુજરાતમાં પ્રથમ વાર ઑલ ઇન્ડિયા પોલીસ ઍક્વાટિક્સ ક્લસ્ટર ચૅમ્પિયનશિપ યોજાશે. અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાનારી આ સ્પર્ધામાં દેશભરના ૫૭૨ જેટલા પોલીસ-જવાનો સ્વિમિંગ અને ડાઇવિંગમાં કૌવત ઝળકાવશે.  

CRPFના સેકન્ડ ઇન કમાન્ડ સમીરકુમાર રાવ અને અસિસ્ટન્ટ કમાન્ડન્ટ ઇમરાન ખાને આ સ્પર્ધા વિશે કહ્યું હતું કે ‘આ વર્ષે ૭૨મી ઑલ ઇન્ડિયા પોલીસ ઍક્વાટિક્સ ક્લસ્ટર ચૅમ્પિયનશિપ ગુજરાતમાં થવાની છે જેની યજમાની ગુજરાત યુનિટ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ કરી રહી છે. ભારતનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં પોલીસ દળ તેમ જ બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF), ઇન્ડો તિબેટન બૉર્ડર પોલીસ (ITBP), CRPF સહિત સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના ૫૭૨ જવાનો આ સ્પર્ધામાં ભાગ લેશે. સ્વિમિંગ અને વૉટર પોલો સ્પર્ધા ગાંધીનગર સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના સ્વિમિંગ પૂલ ખાતે યોજાશે; જ્યારે ડાઇવિંગ સ્પર્ધા અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમમાં આવેલા સ્વિમિંગ પૂલ ખાતે યોજાશે. ૧૦ કિલોમીટરની ક્રૉસ-કન્ટ્રી સ્પર્ધા ગાંધીનગરમાં સાઉથ વેસ્ટર્ન ઍર કમાન્ડના મેઇન ગેટ પાસે ૨૬ માર્ચે યોજાશે.’ 

gujarat news ahmedabad gujarat gujarat government central reserve police force