આજે રિલીઝ થનારી ફિલ્મ મહારાજ પર ગુજરાત હાઈ કોર્ટે આપ્યો ટેમ્પરરી સ્ટે

14 June, 2024 09:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યાર સુધી એનું ટ્રેલર રિલીઝ કરવામાં નથી આવ્યું કે ફિલ્મનું માર્કેટિંગ પણ નથી કરવામાં આવ્યું

ફિલ્મનું પોસ્ટર

ઓવર ધ ટૉપ (OTT) પ્લૅટફૉર્મ નેટ​ફ્લિક્સ પર આજે રિલીઝ થનારી હિન્દી ફિલ્મ ‘મહારાજ’ પર ગુજરાત હાઈ કોર્ટે ગઈ કાલે ટેમ્પરરી સ્ટે આપ્યો છે. આ ફિલ્મ હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવશે એવી હિન્દુ ગ્રુપે કરેલી યાચિકા પર કોર્ટે ઍક્સ-પાર્ટી ઑર્ડર એટલે કે બીજી પાર્ટીને સાંભળ્યા વગર આપવામાં આવતો ચુકાદો આપ્યો હતો.

આમ તો આજે આ ફિલ્મ રિલીઝ થવાની હતી, પણ અત્યાર સુધી એનું ટ્રેલર રિલીઝ કરવામાં નથી આવ્યું કે ફિલ્મનું માર્કેટિંગ પણ નથી કરવામાં આવ્યું. જોકે સોશ્યલ મીડિયામાં છેલ્લા થોડા દિવસથી ‘બૉયકૉટ મહારાજ’ હૅશટૅગ ટ્રેન્ડિંગ છે. ગયા અઠવાડિયે બજરંગ દળના ગૌતમ રાવરિયાએ આ ફિલ્મના મેકર્સને પત્ર લખીને એને રિલીઝ કરતાં પહેલાં તેમને બતાવવાની માગણી કરી હતી.

netflix aamir khan gujarat high court entertainment news bollywood bollywood news gujarat gujarat news