નારાયણ સાંઈને મળ્યા જામીન: 11 વર્ષ બાદ જેલમાં બંધ પિતા આશારામ બાપુને મળશે

18 October, 2024 09:27 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

Gujarat High Court grants bail to Narayan Sai: નારાયણ સાંઈને ખાસ વિમાન દ્વારા સુરત જેલમાંથી જોધપુર જેલ લઈ જવામાં આવશે. આ સમયગાળા દરમિયાન 1 એસીપી, 1 પીઆઇ, 2 હેડ કોન્સ્ટેબલ અને 2 કોન્સ્ટેબલ તેની સાથે હાજર રહેશે.

આશારામ બાપૂ અને તેનો દીકરો નારાયણ સાંઈ

આશારામ બાપુ અને તેમના દીકરા નારાયણ સાંઈને બળાત્કારના કેસમાં આજીવન જેલની સજા ફટકારવામાં આવી હતી. છેલ્લા 11 વર્ષથી આશારામ બાપુ (Gujarat High Court grants bail to Narayan Sai) જેલમાં છે જેને લીધે નારાયણ તેમને મળી શક્યો ન હતો. જોકે હવે ગુજરાતની ઉચ્ચ અદાલત દ્વારા નારાયણ સાંઈને તેના પિતા આશારામ બાપુને મળવા માટે જામીન આપ્યા છે.
ગુજરાતના સુરતની લાજપોર જેલમાં બંધ સ્વયંભૂ સંત આશારામ બાપુના (Gujarat High Court grants bail to Narayan Sai) દીકરા નારાયણ સાંઈને તેના પિતા આશારામને મળવા ગુજરાત હાઈ કોર્ટે જામીન આપ્યા છે. જોધપુર જેલ બંધ તે તેના પિતાઆશારામને ચાર કલાક સુધી મળી શકશે. કોર્ટે આદેશ આપ્યો છે કે પિતા-પુત્ર વચ્ચેની મુલાકાત દરમિયાન અન્ય કોઈ પણ વ્યક્તિ જેલમાં હાજર રહેશે નહીં. તે જ સમયે, નારાયણ સાંઈ તેની માતા અને બહેનને પણ મળી શકશે નહીં.

તમને જણાવવાનું કે બળાત્કારના આરોપમાં આશારામ બાપુ છેલ્લા 11 વર્ષથી જેલમાં છે. જેના કારણે નારાયણ સાંઈ (Gujarat High Court grants bail to Narayan Sai) તેના પિતાને મળી શક્યો નથી. આથી ગુજરાત હાઈ કોર્ટે માનવતાના ધોરણે નારાયણ સાંઈની તેના પિતાને મળવાની અરજી સ્વીકારી લીધી છે. નારાયણ સાંઈને ખાસ વિમાન દ્વારા સુરત જેલમાંથી જોધપુર જેલ લઈ જવામાં આવશે. આ સમયગાળા દરમિયાન 1 એસીપી, 1 પીઆઇ, 2 હેડ કોન્સ્ટેબલ અને 2 કોન્સ્ટેબલ તેની સાથે હાજર રહેશે.

ઉપરાંત, કોર્ટે નારાયણ સાંઈને સચિન પોલીસ (Gujarat High Court grants bail to Narayan Sai) સ્ટેશનને પ્રતિ કલાકના ખર્ચ તરીકે પાંચ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. સચિન પોલીસ સ્ટેશનમાં પૈસા જમા થયા બાદ સરકાર કામકાજના કલાકો અંગે નિર્ણય લેશે. આ પછી, જોધપુર જેલની મુલાકાત લીધા પછી, નારાયણ સાંઈને લાજપોર જેલમાં પાછા લાવવા અને કોર્ટમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2013માં સુરતની (Gujarat High Court grants bail to Narayan Sai) બે બહેનોએ આરોપ લગાવ્યો હતો કે આશારામ બાપુ અને તેના દીકરા નારાયણ સાંઈએ તેમની સાથે બળાત્કાર કર્યો હતો. બન્ને બહેનોએ ફરિયાદ નોંધાવી હતી કે વર્ષ 2002 અને 2005માં પિતા-પુત્રએ તેમને અનેક વખત પોતાની હવસનો શિકાર બનાવ્યા હતા. બન્ને બહેનો આશારામના આશ્રમમાં સાધ્વી તરીકે રહેતી હતી. આ દરમિયાન આશારામ અને નારાયણની પત્નીઓ આ બહેનોને તેમની પાસે લઈ જતી હતી. આ પછી બન્ને પિતા-પુત્ર પીડિત બહેનોને પોતાની હવસનો શિકાર બનાવતા હતા.

બળાત્કાર પીડિતાએ (Gujarat High Court grants bail to Narayan Sai) જણાવ્યું હતું કે નારાયણ સાંઈ તેમને ઘણી જગ્યાએ લઈ ગયા હતા અને તેમનું શારીરિક શોષણ કર્યું હતું. તે અકુદરતી સંબંધો પણ રાખતો હતો. તે ઘણીવાર ઘણી છોકરીઓ સાથે આવું કરતો હતો. તેણે ઘણી યુવતીઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જ્યારે છોકરીઓ તેની સામે બળાત્કારની ફરિયાદ કરતી ત્યારે તે કહેતો હતો કે તે તેમને ખૂબ પ્રેમ કરે છે. આટલું જ નહીં, તે તેને પ્રેમ પત્રો લખીને પોતાનો પ્રેમ વ્યક્ત કરતો હતો. જેને પગલે દિલ્હી પોલીસે ડિસેમ્બર 2013માં તેની ધરપકડ કરી હતી.

asaram bapu Rape Case gujarat high court sexual crime jaipur Crime News gujarat news