23 September, 2020 12:07 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
સપ્ટેમ્બર મહિનો પુરો થવાની સાથે સાથે વરસાદ પણ વિદાય લે તેવી શક્યતાઓ હોય છે. પરંતુ આ વર્ષે રાજ્યમાં ચોમાસુ મોડું શરૂ થયું હોવાથી મોડું પુર્ણ થશે તેવું લાગી રહ્યું છે. આગામી બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, લો પ્રેશર સિસ્ટમની અસર ઉત્તર ગુજરાતમાં રહેશે. જેને કારણે મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં ધોધમાર વરસાદની સંભાવના છે. એટલે અહી આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં 132% વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. લો પ્રેશર સિસ્ટમની અસર ઉત્તર ગુજરાતમાં રહેશે. જેને કારણે મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં ધોધમાર વરસાદની સંભાવના છે. અહીં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તે સિવાય અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, સાબરકાંઠા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે.
રાજ્યમાં ચોમાસાની સિઝનનો વરસાદ થઈ ગયો હોવાથી આગામી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વરસાદ સાબિત થઈ શકે છે અને પાકને નુકસાન પહોંચાડી શકે છે.