Gujarat: માતૃભાષા માટે સરકાર લાદશે કડક કાયદો, અંગ્રેજીની સાથે ગુજરાતી પણ ફરજિયાત

22 February, 2023 04:31 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષા ભણવી એ શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત કરવા માટે એક પરિપત્ર દાખલ કર્યો છે. પણ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ સીબીએસસી બૉર્ડની શાળાઓ અને ઈન્ટરનેશનલ બૉર્ડની શાળાઓ દ્વારા આ નિયમ તોડવામાં આવતો હતો.

ભૂપેન્દ્ર પટેલ (ફાઈલ તસવીર)

રાજ્ય સરકારે હવે ગુજરાતી ભાષાને પ્રાથમિકતા આપવા માટે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષા (વિષય) ફરજિયાત કરવાનો કાયદો ઘડવા જઈ રહી છે. ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષા ભણવી એ શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત કરવા માટે એક પરિપત્ર દાખલ કર્યો છે. પણ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ સીબીએસસી બૉર્ડની શાળાઓ અને ઈન્ટરનેશનલ બૉર્ડની શાળાઓ દ્વારા આ નિયમ તોડવામાં આવતો હતો. ગુજરાત હાઈકૉર્ટે આ મામલે રાજ્ય સરકારની આંખો બંધ કરાવી. આથી હવે રાજ્ય સરકાર ગુજરાતી ભાષા માટે કાયદો ઘડશે.

આ કાયદા પ્રમાણે, બધા શિક્ષણ બૉર્ડ એટલે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બૉર્ડ, સીબીએસઈ શિક્ષણ બૉર્ડ અને આંતરરાષ્ટ્રીય શિક્ષણ બૉર્ડે ધોરણ એકથી આઠ સુધીના વિદ્યાર્થીઓને ગુજરાતી વિષયનો અભ્યાસક્રમ ફરજિયાત રીતે ભણાવવાનો હોય છે. જો આ નિયમ તોડવામાં આવશે, તો પહેલા વર્ષમાં સ્કૂલ પર દંડ ફટકારવામાં આવશે, જો બીજા વર્ષમાં નિયમનો ઉલ્લેખ કરવામાં આવે છે, તો બીજીવાર અને જો ત્રીજા વર્ષમાં નિયમ તોડવામાં આવે છે, તો સ્કૂલ પર દંડ ફટકારવામાં આવશે. સ્કૂલની વાર્ષિક આવકના ટકા તરીકે ફટકારાશે દંડ. રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે આની માહિતી આપતા કહ્યું કે રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર વિધાનસભા બજેટ સત્ર દરમિયાન આ કાયદો રજૂ કરવા જઈ રહી છે. જેમાં વિધાનસભા બજેટ સત્રના કામકાજ પર ચર્ચા થઈ.

આ પણ વાંચો : ભારતીબહેન શાહ - 40 વર્ષ પછી છેક હવે 70ની વયે ગુજરાતી ભાષા સાથે કરી રહ્યાં છે MA

વિધાનસભાનું બજેટ સત્ર 25 દિવસ સુધી ચાલશે જેમાં 27 અલગ-અલગ બેઠકો નક્કી કરેલ છે. આ વિધેયકોના બજેટ સત્રમાં ત્રણ મહત્વપૂર્ણ વિધેયક કરવામાં આવશે, જેમાં પેપર લીક અટકાવવા માટે એક વિધેયક, પ્રભાવ શુલ્ક સુધારા પર એક વિધેયક અને ગુજરાતી ભાષાને ફરજિયાત કરવાનો બિલ 28 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.

gujarat gujarat news bhupendra patel gujarat cm