વિશ્વ સ્તર પર ગરબાની રમઝટ, UNESCOની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં "ગરબા" સામેલ

06 December, 2023 06:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતના ગરબાને હવે વૈશ્વિક ઓળખ મળી ગઈ છે. ગરબાને UNESCOની "અમૂર્ત સાંસ્કૃતિક વારસા"ની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ફાઈલ ફોટો

Garba In UNESCO: ગુજરાતના ગરબાને હવે વૈશ્વિક ઓળખ મળી ગઈ છે. ગરબાને UNESCOની "અમૂર્ત સાંસ્કૃતિક વારસા"ની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ માટે આજે યૂનેસ્કોની ટીમ ગુજરાતમાં પહોંચી છે અને વિવિધ સ્થળો પર ગરબાના પ્રકાર નિહાળ્યા છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીએ બુધવારે માઈક્રો-બ્લોગિંગ સાઈટ `X` પર આ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આ દેશ માટે ગર્વની ક્ષણ છે.

 

ગુજરાતના ગરબાને હવે વૈશ્વિક ઓળખ મળી ગઈ છે. ગરબાને UNESCOની "અમૂર્ત સાંસ્કૃતિક વારસા"ની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ માટે આજે યૂનેસ્કોની ટીમ ગુજરાતમાં પહોંચી છે અને વિવિધ સ્થળો પર ગરબાના પ્રકાર નિહાળ્યા છે. 

તેમણે પોસ્ટ કર્યુ કે “ભારતને અભિનંદન. `ગુજરાતના ગરબા`ને  યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા (ICH)ની પ્રતિનિધિ યાદીમાં સ્થાન મળવાની આ પળ રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ છે. આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરનાર ભારતનો આ 15મો વારસો છે. ગરબા, ઉજવણી, ભક્તિ, લિંગ સમાવિષ્ટતા અને સામાજિક સમાનતાનું પ્રતીક કરતી પરંપરા, ભૌગોલિક સીમાઓને ઓળંગે છે."

કિશન રેડ્ડીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ શિલાલેખ આપણી સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાઓ અને વારસાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા કરવામાં આવી રહેલા અથાક પ્રયાસોની સાક્ષી છે.

આ અંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ પોસ્ટ કરી ખુશી વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે "ગુજરાતની ઓળખ, ગૌરવ અને પ્રાચીન ધરોહર સમી સાંસ્કૃતિક-ધાર્મિક પરંપરાનું પ્રતીક એવા ગરબાને UNESCO દ્વારા `અમૂર્ત સાંસ્કૃતિક વારસા` તરીકે ઓળખ આપવામાં આવી છે, જે પ્રત્યેક ગુજરાતી અને ગરબાપ્રેમી માટે ગૌરવની બાબત છે."

અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા અંગેના યુનેસ્કોના 2003ના સંમેલનની આંતર-સરકારી સમિતિએ બોત્સ્વાનામાં યોજાયેલા તેના 18મા સત્ર દરમિયાન `ગુજરાતના ગરબા`ને યાદીમાં અંકિત કર્યો હતો.

ભારત 2003ના યુનેસ્કો સંમેલન પર હસ્તાક્ષર કરનાર છે જેનો ઉદ્દેશ્ય પરંપરાઓ અને જીવંત અભિવ્યક્તિની સાથે અમૂર્ત વારસાની રક્ષા કરવાનો છે. અમૂર્ત સાંસ્કૃતિક વારસો એટલે પ્રથાઓ, રજૂઆતો, અભિવ્યક્તિઓ, જ્ઞાન, કૌશલ્યો – તેમજ તેમની સાથે સંકળાયેલા સાધનો, વસ્તુઓ, કલાકૃતિઓ અને સાંસ્કૃતિક જગ્યાઓ કે જે સમુદાયો, જૂથો અને કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિઓ તેમના સાંસ્કૃતિક વારસાના એક ભાગ તરીકે ઓળખે છે.

unesco gujarat news ahmedabad navratri