ટ્રાન્સપરન્સી માટે ગુજરાતનાં ૫૦ ટકા મતદાનમથકો પર ચૂંટણીપંચની સીધી હતી નજર

02 December, 2022 09:50 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સવારે સાડાછ વાગ્યાથી મતદાન પ્રક્રિયા પૂરી થઈ ત્યાં સુધી સતત ઑબ્ઝર્વેશન કરવામાં આવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં ગઈ કાલે વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન દરમ્યાન ૧૯ જિલ્લાનાં ૧૩૦૬૫ મતદાન-કેન્દ્રોનું લાઇવ વેબકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન મતદાનપ્રક્રિયા પર નજર રાખવા માટે રાજ્યનાં ૫૦ ટકાથી વધુ મતદાન-કેન્દ્રોનું લાઇવ વેબકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. પહેલા તબક્કામાં કુલ ૨૫,૪૩૦ મતદાન-કેન્દ્રો પર મતદાન થયું હતું, જે પૈકી ૧૩૦૬૫ મતદાન-કેન્દ્રોનું લાઇવ વેબકાસ્ટ કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં રાજ્ય સ્તરની મૉનિટરિંગ રૂમ બનાવવામાં આવી છે અને ત્યાંથી આ મતદાન-કેન્દ્રો પર નજર રાખવામાં આવતી હતી. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે ‘સવારે સાડાછ વાગ્યાથી મતદાન પ્રક્રિયા પૂરી થઈ ત્યાં સુધી લાઇવ વેબકાસ્ટિંગ દ્વારા સતત નજર રાખવામાં આવી હતી. ચૂંટણી પંચની સૂચના મુજબ તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.’

\રાજ્યમાં આ વખતની ચૂંટણીમાં અગ્રણી ઉમેદવારોમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી, આપના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર ઇસુદાન ગઢવી ખંભાળિયાથી, કૉન્ગ્રેસના ભૂતપૂર્વ નેતા અને વિરમગામથી બીજેપીના ઉમેદવાર હાર્દિક પટેલ, કૉન્ગ્રેસના ભૂતપૂર્વ નેતા અને હવે બીજેપીના ઉમેદવાર અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણથી ચૂંટણી લડી રહ્યા છે.

gujarat gujarat news gujarat elections gujarat election 2022 bharatiya janata party Gujarat BJP congress Gujarat Congress aam aadmi party shailesh nayak