26 February, 2023 04:51 PM IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત (Gujarat)ના રાજકોટ (Rajkot)માં રવિવારે સવારે ૩.૨૧ વાગ્યે ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)એ ભૂકંપની જાણકારી આપી.
NCSએ ટ્વિટ કર્યું છે કે, રાજકોટના ઉત્તર ઉત્તર પશ્ચિમ (NNW) લગભગ ૨૭૦ કિમીના અંતરે બપોરે ૩.૨૧ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
ગયા અઠવાડિયે, ગુજરાતના અમરેલી જિલ્લામાં બે દિવસમાં ત્રણ નાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ગુરુવારે ૩.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે જાન-માલનું કોઈ નુકસાન થયું ન હતું. અમરેલીથી ૪૪ કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં આવેલા સાવરકુંડલા તાલુકાના મિતીયાળા ગામમાં ૬.૨ કિમીની ઉંડાઈએ આંચકા નોંધાયા હતા.
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR)ના ડાયરેક્ટર જનરલ સુમેર ચોપરાએ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આવેલા `ધરતીકંપ સ્વોર્મ`ના કારણો સમજાવ્યા હતા. તેઓ કહે છે કે મોસમી સિસ્મિક પ્રવૃત્તિઓનું કારણ `ટેક્ટોનિક ઓર્ડર` અને હાઇડ્રોલિક લોડ છે. આ મહિને ૨૩ ફેબ્રુઆરીથી ૪૮ કલાકના ગાળામાં અમરેલીના સાવરકુંડલા અને ખાંબા તાલુકામાં ૩.૧થી ૩.૪ની તીવ્રતાના ચાર આંચકા નોંધાયા હતા, જેના કારણે રહેવાસીઓ ચિંતિત છે.
આ પણ વાંચો - તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપે કેવી તબાહી મચાવી, જુઓ તસવીરોમાં
તેમણે વધુમાં ઉમેર્યું કે, છેલ્લા બે વર્ષ અને બે મહિના દરમિયાન અમરેલીમાં ૪૦૦ હળવા આંચકા નોંધાયા છે. તેમાંથી ૮૬ ટકા આંચકાની તીવ્રતા બે કરતાં ઓછી હતી, જ્યારે ૧૩ ટકાની તીવ્રતા બેથી ત્રણ હતી. માત્ર પાંચ આફ્ટરશોક ત્રણથી વધુ તીવ્રતાના હતા. લોકો મોટા ભાગના આંચકા અનુભવી શક્યા નથી, તે માત્ર રિક્ટર સ્કેલ દ્વારા જ જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો - તુર્કી બાદ તાજિકિસ્તાનમાં વિનાશકારી ભૂકંપના આચંકા, ચીનના પણ ધરા ધ્રુજી
ભૂકંપ આવે ત્યારે કરો આટલું :