30 July, 2024 07:35 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૧૨ જૂને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની ૮ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરનાર નરાધમને ગણતરીના દિવસોમાં ફાંસીની સજા સંભાળવવામાં આવી છે. આ પ્રકારની કડક કાર્યવાહી મારફત ગુનાહિત માનસિકતા ધરાવતાં તત્ત્વો સામે રાજ્ય સરકારે આવા નરાધમોને ચેતવણીનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
આ ઘટના બાદ સરકારે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી હતી. આ SITએ ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીની મદદ લઈ તમામ સાંયોગિક પુરાવા એકઠા કરી ૨૫ દિવસમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ દાખલ કરી હતી. ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચાલેલા આ કેસમાં નરાધમને ફાંસીની સજાની સાથે બાળકીના પરિવારને ૧૭ લાખ રૂપિયા વળતર તરીકે ચૂકવવાનો આરોપીને આદેશ આપવામાં આવ્યો છે.