Gujarat Budget 2023: મજૂરોને 5 રૂપિયામાં ભોજન અને દ્વારકામાં એરપોર્ટ જેવી મહત્વની જાહેરાત

24 February, 2023 01:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સરકારનનું બજેટ  (Gujarat Budget 2023)રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં કુલ 3.01 લાખ કરોડોના બજેટની રજૂઆત કરી છે.

નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ કર્યુ રજૂ (તસવીર: CMO Guj Twitter)

Gujarat Budget 2023: ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સરકારનું બજેટ  (Gujarat Budget 2023)રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં કુલ 3.01 લાખ કરોડોના બજેટની રજૂઆત કરી છે. કનુભાઈ દેસાઈ (Kanu Desai) નાણામંત્રી તરીકે સતત ત્રીજી વાર બજેટ રજૂ કરી રહ્યાં છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ ચુક્યુ છે, જે 29 માર્ચના રોજ પૂર્ણ થશે.

વિકાસ કામો માટે શું જોગવાઈઓ છે?
ગુજરાતના બજેટમાં એરસ્ટ્રીપ-એરપોર્ટ અને એર કનેક્ટિવિટી વધારવા માટે 215 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધાર્મિક, હેરિટેજ, એડવેન્ચર અને ઈકો-ટુરીઝમ હેઠળ પ્રવાસન સ્થળો માટે 640 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રતિષ્ઠિત પ્રવાસન સ્થળોના સંકલિત વિકાસ માટે 706 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રવાસનના વિકાસને વેગ આપવા માટે રૂ. 277 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


વિદ્યાર્થીઓ માટે શું જોગવાઈ છે?
આ વખતે ગુજરાતના બજેટમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિના ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ માટે 376 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 10 લાખ વિકાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓને 4 થી 20 હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આંબેડકર ભવન માટે 5 કરોડની જોગવાઈ. વિવિધ જિલ્લાઓમાં બાળ ગૃહ નિર્માણ માટે આઠ કરોડ રૂપિયાની વ્યવસ્થા. આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ આવાસ યોજનામાં રૂ. 222 કરોડની જોગવાઈ. સાતફેરા સામુદાયિક લગ્ન સહાય યોજના માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

 

 

 

 

 

gujarat news gujarat bhupendra patel Education dwarka gujarat cm budget