02 April, 2024 05:50 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પરષોત્તમ રૂપાલા
Gujarat BJP chief urges Rajputs: ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલે આજે ક્ષત્રિય સમાજના નેતાઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે સમાજના લોકોને રાજકોટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને માફ કરવાની અપીલ કરી છે.
Gujarat BJP chief urges Rajputs: છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટના ભાજપા ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સાથે ક્ષત્રિય સમાજ નારાજ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજના સંગઠનો ભાજપને ઉમેદવાર બદલવાની ચેતવણી આપી છે. નોંધનીય છે કે એક ચૂંટણી સભા દરમિયાન પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજના પૂર્વ શાસકો પર ટિપ્પણી કરી હતી, જો કે પછીથી તેમણે પોતાના નિવેદન માટે માફી પણ માગી લીધી હતી. તેમ છતાં ક્ષત્રિય સમાજ પોતાની જિદ પર અડગ છે. આ દરમિયાન, મંગળવારે ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલે ક્ષત્રિય સમાજના સભ્યોને અપીલ કરી છે કે તે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને તેમના નિવેદન માટે માફ કરી દે.
ભાજપ મામલો શાંત પાડવાનો પ્રયાસ કરે છે...
Gujarat BJP chief urges Rajputs: ટીપ્પણીઓ પર રૂપાલાથી નારાજ ક્ષત્રિય સમાજના સભ્યોને શાંત કરવા માટે સી.આર. પાટીલે સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં પક્ષના કેટલાક નેતાઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ સી.આર. પાટીલે રૂપાલાને માફ કરવા માટે ક્ષત્રિય સમાજને વિનંતી કરતા કહ્યું કે તેઓ આ બાબતે ત્રણ વખત માફી માંગી ચૂક્યા છે.
બુધવારે ફરીથી યોજાશે સમાજમાં જોડાયેલા લોકો સાથે બેઠક
લગભગ અઢી કલાક સુધી ચાલેલી બેઠક બાદ, પાટીલે તેમના ગાંધીનગરના નિવાસસ્થાને પત્રકારોને જણાવ્યું હતું કે કાયમી ઉકેલ શોધવા માટે, ભાજપના નેતાઓ બુધવારે બપોરે 3 વાગ્યે સમુદાયની સંકલન સમિતિના સભ્યોને મળશે. પાટીલે કહ્યું કે રૂપાલા પહેલા જ માફી માંગી ચૂક્યા છે, તેમને માફ કરી દેવા જોઈએ. પાટીલે કહ્યું કે, બેઠક દરમિયાન પાર્ટી સાથે જોડાયેલા વરિષ્ઠ રાજપૂત નેતાઓને સમુદાય સુધી પહોંચવા અને તેમને શાંત કરવા કહેવામાં આવ્યું છે.
રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજ નારાજ
ઉલ્લેખનીય છે કે ચૂંટણી રેલી દરમિયાન રૂપાલાએ કહ્યું હતું કે ભૂતકાળમાં ઘણા ક્ષત્રિય શાસકોએ અંગ્રેજોને સમર્થન આપ્યું હતું. આ નિવેદનથી સમુદાયના સભ્યો રોષે ભરાયા હતા અને તેઓએ ભારતીય જનતા પાર્ટી (BJP)ને તેમની ઉમેદવારી પાછી ખેંચી લેવા વિનંતી કરી હતી, જો તેઓ આમ નહીં કરે તો ભાજપ હાર માટે તૈયાર રહે.
નોંધનીય છે કે, કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠકના BJPના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ માટે જાહેરમાં રોટી-બેટીના વ્યવહારની કરેલી વાતથી રાજપૂત સમાજ ખૂબ જ લાલઘૂમ : અમદાવાદમાં ગઈ કાલે મળેલી ગુજરાત રાજપૂત સમાજની જુદી-જુદી ૭૦ સંસ્થાઓની સંકલન સમિતિની બેઠકમાં આગેવાનો લડી લેવાના મૂડમાં જણાયા
કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠકના BJPના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ તાજેતરમાં રાજપૂત સમાજ માટે જાહેરમાં રોટી-બેટીના વ્યવહારની કરેલી વાતથી રાજપૂત સમાજ લાલઘૂમ થયો છે તેમ જ બેજવાબદાર નિવેદન કરવા સામે રોષે ભરાયો છે અને ઠેર-ઠેર તેમનો વિરોધ થઈ રહ્યો છે. એટલું જ નહીં, અમદાવાદમાં ગઈ કાલે મળેલી ગુજરાત રાજપૂત સમાજની જુદી-જુદી ૭૦ સંસ્થાઓની સંકલન સમિતિની બેઠકમાં આગેવાનો પરષોત્તમ રૂપાલા સામે લડી લેવાના મૂડમાં છે અને પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરો, નહીં તો ક્ષત્રિયો વિરુદ્ધમાં મતદાન કરશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે.