સ્ટૅચ્યુ ઑફ યુનિટી જોઈને અચરજ પામ્યા ભુતાનના રાજા ને વડા પ્રધાન

23 July, 2024 08:42 AM IST  |  Vadodara | Gujarati Mid-day Correspondent

વ્યુઇંગ ગૅલરીમાંથી ડૅમનો નઝારો પણ નિહાળ્યો અને પ્રકૃતિના નઝારાને કૅમેરામાં ક્લિક કર્યો

ભુતાનના રાજા જિગ્મે ખેસાર નામગ્યેલ વાંગચુકે સ્ટૅચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી અને પ્રકૃતિનો નઝારો માણ્યો હતો

ગુજરાતની શાન અને વિશ્વમાં વિખ્યાત બનેલા સ્ટૅચ્યુ ઑફ યુનિટીની મુલાકાત ગઈ કાલે ભુતાનના રાજા જિગ્મે ખેસાર નામગ્યેલ વાંગચુકે લીધી હતી અને સરદારસાહેબની વિરાટ પ્રતિમા નિહાળીને અચરજ પામ્યા હતા એટલું જ નહીં, તેમણે અહીંની પ્રકૃતિના નઝારાને કૅમેરામાં ક્લિક કર્યો હતો.

ભુતાનના રાજા જિગ્મે ખેસાર નામગ્યેલ વાંગચુક તેમ જ તેમની સાથે આવેલા ભુતાનના વડા પ્રધાન ત્શેરિંગ તોબ્ગાય માટે સ્ટૅચ્યુ ઑફ યુનિટીની મુલાકાત યાદગાર બની રહી હતી. ગુજરાતમાં એકતાનગર ખાતે નર્મદા નદીના કિનારે અને સરદાર સરોવર ડૅમની સામે નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટી નિહાળવા ઉપરાંત તેમણે વરસાદી માહોલ વચ્ચે સરદારસાહેબના વિરાટ સ્ટૅચ્યુ ઑફ યુનિટીની વ્યુઇંગ ગૅલરીમાંથી ડૅમનો નઝારો નિહાળ્યો હતો. ભુતાનના રાજા અને વડા પ્રધાનને સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રદર્શનમાં ભારતની સ્વાતંયગાથા તેમ જ ભારતની એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનની તલસ્પર્શી વિગતો ગાઇડે આપી હતી. ભુતાનના રાજાએ મુલાકાતપોથીમાં નોંધ લખી હતી. તેમણે સરદાર સરોવર ડૅમની પણ મુલાકાત લીધી હતી.

statue of unity vadodara bhutan gujarat gujarat news