28 February, 2023 09:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાંથી (Gujarat) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક દુલ્હનના લગ્નની વિધિઓ દરમિયાન એકાએક મૃત્યુ થઈ ગયું. દુલ્હનના મોત બાદ લગ્નના ઘરમાં માતમનો માહોલ હતો. જો કે, ત્યાર બાદ પરિવારના લોકોએ દુલ્હાના લગ્ન નાની બહેન સાથે કરાવી દીધા. આ હ્રદયદ્રાવક ઘટના ગુજરાત -ભાવનગર જિલ્લાની છે. ભાવનગરના સુભાષ નગર વિસ્તારમાં લગ્નની વિધિઓ દરમિયાન એકાએક દુલ્હનને હાર્ટ અટેક આવ્યો અને ઘટના સ્થળે જ તેનું મોત થઈ ગયું.
ભાવનગરમાં ભગવાનેશ્વર મહાદેવ મંદિરની સામે સ્થિત મેરેજ હૉલમાં જિનાભાઈ રાઠોડ નામની વ્યક્તિની દીકરી હેતલના લગ્ન હતાં. હેતલની જાન નારી ગાંવના રહેવાસી રાણાભાઈ બુટાભાઈ અલગોટારના દીકરા વિશાલ સાથે થવાના હતાં. લગ્નની બધી વિધિઓ ચાલતી હતી. આ દરમિયાન દુલ્હનને એકાએક હાર્ટ અટેક આવ્યો અને હાર્ટ અટેક આવવાથી દુલ્હન જમીન પર પડી અને તેનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. દુલ્હનના મૃત્યુના સમાચાર જેવા ફેલાયા, લગ્નનો આનંદ, શોકમાં પરિણમ્યો. ચારે બાજુ રોકકળ અને રડવાનો અવાજ પ્રસરી ગયો.
આ પણ વાંચો : દિલ્હીમાં વિદેશી મહિલાનું અપહરણ, બાદ ગેન્ગરેપ, ઑટો ડ્રાઈવર અને સાથીદારોની શોધ
લગ્ન પછી કરવામાં આવ્યા દુલ્હનના અંતિમ સંસ્કાર
રિપૉર્ટ પ્રમાણે, લગ્નની વિધિઓ દરમિયાન એકાએક હેતલને ચક્કર આવી ગયા. ત્યાર બાદ તે બેભાન થઈને નીચે પડી ગઈ. ત્યાર બાદ હેતલને હૉસ્પિટલ લઈ જવામાં આવી. હૉસ્પિટલ પહોંચવા પર ડૉક્ટર્સે હેતલને મૃત જાહેર કરી દીધી. ડૉક્ટર્સે જણાવ્યું કે હેતલનું મોત હાર્ટ અટેકને કારણે થયું છે. એક તરફ દુલ્હનની લાશ પડી હતી, બીજી તરફ દુલ્હાની જાન. ત્યાર બાદ પરિવારજનોએ દુલ્હાના પક્ષના લોકોની સામે દુલ્હનની નાની બહેન સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. આમ સહેમતિ બાદ દુલ્હનની નાની બહેન સાથે દુલ્હાના લગ્ન કરાવવામાં આવ્યા. લગ્ન પૂરા થવા સુધી હેતલનું શરીર કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યું હતું. લગ્ન બાદ દુલ્હનનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.