05 January, 2023 10:00 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
શાહરુખ ખાન (Shah Rukh Khan) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) સ્ટારર બોલિવૂડ ફિલ્મ ‘પઠાણ’ (Pathaan) વિરોધીઓની આંખે ચડી ગઈ છે. દેશના અનેક રાજ્યોમાં અનેક સંસ્થાઓ દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે ગુજરાતમાં પણ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (Vishva Hindu Parishad) અને બજરંગ દળ (Bajrang Dal)ના કાર્યકરો દ્વારા ફિલ્મ ‘પઠાણ’નો વિરોધ કરી રહ્યાં ચે. બુધવારે તેમણે અમદાવાદ (Ahmedabad)ના વસ્ત્રાપુર (Vastrapur)માં આવેલા આલ્ફા વન મૉલ (Alpha One Mall)માં તોડફોડ કરીને સ્ટારકાસ્ટના પોસ્ટરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
અમદાવાદ વસ્ત્રાપુરના આલ્ફા વન મૉલમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’નો વિરોધ કર્યો હતો. બજરંદ દળના કાર્યકરો દ્વારા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની તસવીરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. વિરોધ દરમિયાન તેઓ ‘જય શ્રી રામ’ના નારા લગાવતા હતા.
આ પણ વાંચો - Viral Video:દીપિકાના ગીત પર બેશરમ થઈ આ ઈન્ફ્લુઅન્સર, આત્મવિશ્વાસ તો જુઓ યુવતીનો
વિરોધકર્તાઓની માંગ છે કે, ગુજરાતમાં આ ફિલ્મને રિલીઝ કરવામાં ન આવે. સાથે જ ચીમકી પણ આપી છે કે, જો ફિલ્મ રિલીઝ થશે તો આંદોલન વધુ ઉગ્ર કરવામાં આવશે.
આ સમગ્ર ઘટનાના વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે. જેને આધારે પોલીસ તપાસ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે, અગાઉ ગુજરાત રાજ્યમાં લોકગાયક રાજભા ગઢવી દ્વારા ફિલ્મ ‘પઠાણ’નો વિરોધ કરવામાં આવ્યો હતો. ફિલ્મનો રાજકોટમાં વિરોધ થઈ રહ્યો હતો ત્યારે, આ અંગે રાજભા ગઢવીનું કહેવું હતું કે ‘ગીતમાં ભગવા કપડા પહેરી અશ્લિલ ડાન્સ કરાયો છે. ફિલ્મ પર સેન્સર બોર્ડ પગલા લે. આ ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ. અમે ફિલ્મ અને ગીતને રિલીઝ નહીં થવા દઈએ.’
આ પણ વાંચો - Aryan Khan: શાહરુખ ખાનના દીકરાનું નામ જોડાયું નોરા ફતેહી સાથે?
નોંધનીય છે કે, શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ ૨૫ જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે.