midday

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે AAPએ જાહેર કર્યા 12 ઉમેદવાર, જાણો કોણ લડશે ક્યાંથી?

07 November, 2022 05:36 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) પાર્ટી `આપ`એ સોમવારે ઉમેદવારોના નામની 11મી સૂચી જાહેર કરી છે. અત્યાર સુધી `આપ`એ 130 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.
અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

આમ આદમી પાર્ટી (AAP)એ સોમવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી (Assembly Election) માટે પાટીદાર ક્વૉટાના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા સહિત 12 વધુ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગુજરાતમાં (Gujarat) સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના મુખ્ય વિકલ્પ તરીકે પોતાને રજૂ કરનારી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) પાર્ટી `આપ`એ સોમવારે ઉમેદવારોના નામની 11મી સૂચી જાહેર કરી છે. અત્યાર સુધી `આપ`એ 130 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.

ગુજરાતની 182 સભ્યની વિધાનસભા માટે ડિસેમ્બર મહિનામાં ક્રમશઃ એક અને પાંચ ડિસેમ્બરના મતદાન થશે અને મતની ગણતરી આઠ ડિસેમ્બરના થશે. `આપ` તરફથી જાહેર 11મા લિસ્ટમાં કથીરિયાને સૂરત શહેરની પાટીદાર બહુલ વરાછા રોડ સીટ પરથી ટિકિટ આપવામાં આવી છે, જે વર્તમાન સમયમાં પૂર્વ મંત્રી અને ભાજપના વિધેયક કિશોર કનાની પાસે છે.

પાટીદાર સીટ પરથી હાર્દિકના નિકટતમ રહી ચૂકેલા કથીરિયાને ટિકિટ
જણાવવાનું કે કથીરિયા, હાર્દિક પટેલના નજીકના સહયોગી માનવામાં આવતા હતા, જે આ વર્ષની શરૂઆતમાં કૉંગ્રેસ છોડ્યા પછી ભાજપમાં સામેલ થઈ ગયા હતા અને એક તરફ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પીએએએસ)ના નેતા ધાર્મિક માલવીયને સૂરતમાં ઓલપાડ સીટ પરથી ઉમેદવાર ચૂંટવામાં આવ્યા છે, જેના પર ભાજપનો કબજો છે.

આ પ્રમુખ ઉમેદવારો પર `આપ`એ ખેલ્યો દાવ
આ સિવાય આમ આદમી પાર્ટીના ગુજરાતમાં જે અન્ય ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે તેમાં બીટી માહેશ્વરી (ગાંધીધામ સીટ), એમકે બોમ્બાડિયા (દાંતા), રમેશન નભની (પાલનપુર), મુકેશ ઠક્કર (કાંકરેજ), લાલજી ઠાકોર (રાધનપુર), રાજેન્દ્રસિંહ પરમાર (મોડાસા) અને ઉમેશ મકવાણા (બોટાદ) સીટ પરથી ચૂંટણી લડશે.

આ પણ વાંચો : ગુજરાતમાં AAPના CMનો ચહેરો જાહેર, ઈશુદાન ગઢવી સીએમના પદ માટે કરશે `મહામંથન` 

સૂરત નગર નિગમમાં સફળતા પછી આપનું રાજકીય વિસ્તરણ
રાહુલ ભુવા અને દિનેશ જોશીને ક્રમશઃ રાજકોટ પૂર્વ અને રાજકોટ પશ્ચિમ સીટ માટે ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ભીમાભાઈ મકવાણાને પોરબંદરની કુટિયાના સીટ પરથી ચૂંટણી લડવા માટે પસંદગી કરવામાં આવી છે, જે હાલ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીમાં છે. નોંધનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની પાર્ટીએ ગયા વર્ષે સૂરત નગર નિગમમાં 27 સીટ જીતી હતી.

gujarat gujarat news gujarat politics aam aadmi party arvind kejriwal