ગુજરાત: આણંદમાં રસ્તા પર ઊભેલી પંચર બસને ટ્રકે મારી ઠોકર, 6ના મોત

15 July, 2024 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Gujarat Anand Bus Accident: નજીક એક બસ પંચર થઈ ગઈ હતી. ડ્રાઈવર અને પ્રવાસી બસ નજીક ઉભા હતા. ત્યારે પાછળથી એક ટ્રકે ઠોકર મારી દીધી.

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત (Gujarat) આણંદ નજીક થયેલ એક બસ એક્સિડેન્ટ (Anand Bus Accident)માં 6 લોકોનું મોત થયું છે. સાથે જ 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આ અકસ્માત થયો છે. 15 જુલાઈના સવારે લગભગ 4.30 વાગ્યે એક ટ્રકે લગ્ઝરી બસને ઠોકર મારી દીધી. 3 જણના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. જ્યારે હૉસ્પિટલમાં સારવાર દરમિયાન અન્ય 3ના મોત નીપજ્યા.

ઈન્ડિયા ટુડે સાથે સંકળાયેલા બ્રિજેશ દોશીના અહેવાલ મુજબ બસ મહારાષ્ટ્રથી રાજસ્થાન (Rajasthan) જઈ રહી હતી. આણંદ પાસે બસ પંચર પડી હતી. જેના કારણે બસના ડ્રાઇવર અને મુસાફરો બસની નીચે ઉભા રહી ગયા હતા. ત્યારે પાછળથી એક ટ્રકે બસને ટક્કર મારી હતી. માર્ગ અકસ્માતના સમાચાર મળતા જ આણંદ ફાયર બ્રિગેડ, એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમ અને આણંદ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને આણંદની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અથડામણ બાદ બસ અને ટ્રકને ભારે નુકસાન થયું છે. પોલીસે મૃતદેહના પંચનામા કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતરના સમયમાં ઘણા માર્ગ અકસ્માતો
Gujarat Anand Bus Accident: આ પહેલા 12 જુલાઈના રોજ પણ ગુજરાતના (Gujarat) પાટણ જિલ્લામાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં (Accident) ઓછામાં ઓછા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. રાધનપુર શહેરના ખારી પુલ પાસે આ અથડામણ થઈ હતી. સામેથી આવતી ટ્રકે બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસના ડ્રાઈવર અને કંડક્ટરનું મોત થયું હતું. ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરે પણ જીવ ગુમાવ્યો હતો.

ગુજરાતના ડાંગ જિલ્લામાં 7 જુલાઈના રોજ એક ખાનગી પ્રવાસી બસ ખાડામાં પડી હતી. જેના કારણે 2 બાળકોના મોત થયા છે અને 5 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

અકસ્માતના અન્ય સમાચાર
નાશિક–મુંબઈ નૅશનલ હાઇવે નંબર ત્રણ પરના ન્યુ કસારા ઘાટમાં ગઈ કાલે બપોરે ૨.૧૫ વાગ્યે જોરદાર અકસ્માત થયો હતો. ગુજરાતથી લોખંડના ઍન્ગલ ભરીને આવેલા કન્ટેનરના ડ્રાઇવરે આગળ જઈ રહેલી કારને અડફેટે લેતાં એ કાર આગળની કારને અને એમ એક પછી એક એમ પાંચ કાર એકબીજા સાથે અથડાતાં ગંભીર અકસ્માત થયો હતો. એ પછી કન્ટેનર પલટી ખાઈ ગયું હતું. એમાં ડ્રાઇવરને ગંભીર ઈજા થતાં તેને કસારા ગ્રામીણ હૉસ્પિટલમાં લઈ જઈને સારવાર આપવામાં આવી હતી. આ ઘટનામાં કાંદિવલીના ગુજરાતી પરિવારની ખુશ્બૂ જેઠા, હિનલ અને પ્રણિત સહિત કુલ સાત લોકો જખમી થયા હતા. એ લોકોને પહેલાં કસારા ગ્રામીણ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

anand gujarat news gujarat road accident rajasthan national news