આરોપીએ GRP કમિશનરની પત્નીને લાંચ આપી: ઘાટકોપર હોર્ડિંગ્સ દુર્ઘટનામાં કિરીટ સોમૈયાનો દાવો

24 June, 2024 04:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ghatkopar Hoarding Collapse: આ દુર્ઘટનામાં લગભગ 17 લોકોનું મૃત્યુ થયું હતું અને 70 કરતાં વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઘાટકોપર હાર્ડિંગ દુર્ઘટના અને કિરીટ સોમૈયા (ફાઇલ તસવીર)

ઘાટકોપરમાં હોર્ડિંગ દુર્ઘટનામાં (Ghatkopar Hoarding Collapse) હવે રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા કિરીટ સોમૈયાએ આ ઘટના બાબતે મોટો આરોપ મૂક્યો છે. સોમૈયાએ કહ્યું હતું કે આ દુર્ઘટનામાં સામેલ જાહેરાત કંપનીના ડિરેક્ટર ભાવેશ ભિંડેએ તત્કાલીન સરકારી રેલવે પોલીસ (GRP) કમિશનરની પત્નીની કંપનીને 46 લાખ રૂપિયાની લાંચ આપી હતી. ગયા મહિને ઘાટકોપરમાં ધરાશાયી થયેલા હોર્ડિંગ મૂકવાની મંજૂરી કોણે આપી હતી? તે બાબતે પણ સોમૈયાએ પ્રશ્ન ઉપસ્થ્તિ કર્યો છે.

પૂર્વ ભાજપ સાંસદ કહ્યું કિરીટ સોમૈયાએ (Ghatkopar Hoarding Collapse) આરોપ કરતાં કહ્યું હતું કે તેમણે મહારાષ્ટ્રના ઉપમુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને ઘાટકોપર હોર્ડિંગ કૌભાંડ માટે તત્કાલીન રાજ્ય પોલીસ કમિશનર કૈસર ખાલિદને સસ્પેન્ડ કરવાની વિનંતી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે 13 મેના રોજ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં વાવાઝોડા અને ભારે વરસાદને લીધે એક મોટું જાહેરાતનું હોર્ડિંગ પડી ગયું હતું. આ દુર્ઘટનામાં લગભગ 17 લોકોનું મૃત્યુ થયું હતું અને 70 કરતાં વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ ઘટના અંગે એક વરિષ્ઠ અધિકારીએ અગાઉ જણાવ્યું હતું કે જે જમીન પર હોર્ડિંગ મૂકવામાં આવ્યું હતું તે સરકારી રેલવે પોલીસના કબજામાં હતી. તત્કાલીન GRP કમિશનર (Ghatkopar Hoarding Collapse) કૈસર ખાલિદે મેસર્સ એગો મીડીયા પ્રાઈવેટ લિમિટેડને પેટ્રોલ પંપ નજીક હોર્ડિંગ મૂકવાની મંજૂરી આપી હતી આ હોર્ડિંગને ત્યાં રાખવા માટે 10 વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. હોર્ડિંગ ધરાશાયી થયાની ઘટનાની તપાસ માટે એક વિશેષ તપાસ દળ (SIT)ની નિમણૂક કરવામાં આવી છે.

રવિવારે એક્સ (પૂર્વે ટ્વિટર) પર કરેલી એક પોસ્ટમાં કિરીટ સોમૈયાએ ઘાટકોપર હોર્ડિંગ ઘટનાને લઈને ગંભીર દાવો કર્યો હતી. તેમણે કહ્યું કે આ કૌભાંડમાં પોલીસ SIT (Ghatkopar Hoarding Collapse) એ 46 લાખ રૂપિયાની લાંચના પુરાવા અને બેન્ક એન્ટ્રીઓ જપ્ત કરી છે. ભાવેશ ભિંડેએ મોહમ્મદ અરશદ ખાન મારફત રેલવે પોલીસ કમિશનર કૈસર ખાલિદને 46 લાખ રૂપિયાની ચુકવણી કરી હતી. મોહમ્મદ અરશદ ખાન આ 46 લાખ રૂપિયા મહાપાત્રા ગારમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના ખાતામાં જમા કરાવ્યાં હતા.

સોમૈયાએ જણાવ્યું કે મહાપાત્રા ગારમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડની (Ghatkopar Hoarding Collapse) સ્થાપના 20 જૂન 2022ના રોજ મોહમ્મદ અરશદની પત્ની સુમન કૈસર ખાલિદ દ્વારા કરવામાં આવી હતી. સોમૈયાએ આરોપ મૂક્યો કે એગો મીડીયા પ્રાઈવેટ લિમિટેડના ભાવેશ ભિંડેએ 2022-23માં કંપનીને 46 લાખ રૂપિયાની ચુકવણી કરી. તેમણે જણાવ્યું કે ઘાટકોપર હોર્ડિંગ ઘટનાના સંદર્ભમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

kirit somaiya ghatkopar mumbai news central railway bharatiya janata party