સુરતમાં ‘બોલતા’ ગણપતિ બિરાજ્યા!

21 September, 2023 12:47 PM IST  |  Ahmedabad | Ashok Patel

આ ઉત્સવમાં પ્રસાદ તરીકે સાઇબર જાગૃતિ કાર્ડ આપવામાં આવે છે

સુરતમાં ‘બોલતા’ ગણપતિ

સુરત સાઇબર પોલીસ દ્વારા પહેલી વખત ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે. જોકે આ ગણેશોત્સવ ખરેખર તો સાઇબર ક્રાઇમ સામે લોકોને જાગ્રત કરવા માટેનો જ છે. ગણપતિબાપ્પા જાતે જ લોકોને જાગ્રત કરવા માટે સંદેશો આપે છે. એ માટે સાઇબર ક્રાઇમ પોલીસે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત ‘બોલતા’ સાઇબર ગણેશ સુરતમાં બિરાજમાન કર્યા છે. આ ઉત્સવમાં પ્રસાદ તરીકે સાઇબર જાગૃતિ કાર્ડ આપવામાં આવે છે. સુરતમાં સાઇબર પોલીસે સ્થાપેલા સાઇબર ગણપતિદાદા ભક્તોને સાઇબર ફ્રૉડ વિશે જાગૃતિ આપવાનું કાર્ય કરી રહ્યા છે. સુરત સાઇબર પોલીસ દ્વારા બોલતા ગણેશના આયોજનને સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત કરવામાં આવ્યું છે.

પાંચ ફુટની ગણેશજીની મૂર્તિને પોલીસના રૂપમાં બિરાજમાન કરાઈ છે. આ સાથે સમગ્ર પંડાલને સાઇબર જાગૃતિ બૅનરો અને સૂત્રો સાથે તૈયાર કરવામાં આવ્યો છે. સાઇબર પોલીસ દ્વારા શ્રીજીની પ્રતિમાની સાથે ૪૨ ઇંચનું એલઈડી ટીવી મૂકીને બોલતા શ્રીગણેશનો અવાજ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.

ganpati ganesh chaturthi surat gujarat gujarat news