16 January, 2019 11:53 AM IST | ગાંધીનગર | Dirgha Media News Agency
સીએમ વિજય રૂપાણી
સીએમ વિજય રૂપાણીએ વરિષ્ઠ પ્રધાનો અને મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ સાથે આજે મહાત્મા મંદિરની મુલાકાત લીધી હતી. સીએમ વિજય રૂપાણીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની સમીક્ષા કરી. સાથે જ તમામ પ્રકારની માહિતી પણ મેળવી હતી.
સીએમ વિજય રૂપાણીએ માહિતી આપતા કહ્યું,'આ વખતે વાયબ્રન્ટ સમિટ માં 30 હજાર થી વધુ વ્યક્તિગત રજીસ્ટ્રેશન થયું છે.તેમજ 26 હજાર થી વધુ કમ્પનીઓ 115 થી વધુ દેશોના ડેલીગેશન્સ 15 પાર્ટનર કન્ટ્રી જોડાવાના છે.'
સીએમ વિજય રૂપાણીએ વધુમાં કહ્યું કે, વાઈબ્રન્ટ સમિટ દરમિયાન MSME કન્વેન્શન સહિત ગુજરાતના ભવિષ્યના વૈશ્વિક વિકાસના આયોજન સમાન સ્પ્રિન્ટ ટુ 2022 અને B2B મીટ, કન્ટ્રી સેમિનાર પણ મહત્વપૂર્ણ બની રહેશે.
આ પણ વાંચો : FRCમાં ફીની વિગતો રજૂ ન કરનાર 273 શાળા સામે કાર્યવાહીનો SCનો આદેશ
ઉલ્લેખનીય છે કે મહાત્મા મંદિર પરિસરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વન ટુ વન બેઠકો માટે અલાયદી લાઉંજ અને પાર્ટનર કન્ટ્રીઝ માટે પણ લાઉંજ બનાવવામાં આવી છે.