કેસૂડાંનો શણગાર

11 February, 2024 09:55 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અન્નકૂટ અને આરતીનો લાભ લઈ હજારો ભક્તોએ હનુમાનજીદાદાનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

(તસવીર : શૈલેષ નાયક)

ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગઈ કાલે હનુમાનજીદાદાને કેસૂડાંના વાઘા ધરાવીને સિંહાસનનો શણગાર કરાયો હતો. સવારે સાડાપાંચ વાગ્યે મંગળા આરતી પૂજારી સ્વામીએ તથા સાત વાગ્યે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામીએ ભાવપૂર્વક ઉતારી હતી. બપોરે ૧૧.૪૫ વાગ્યે હનુમાનજીદાદાને ધાણી, ખજૂર, દા​ળિયા, તલના લાડુ, મમરાના લાડુ અને ​સિંગપાકનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અન્નકૂટ અને આરતીનો લાભ લઈ હજારો ભક્તોએ હનુમાનજીદાદાનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

gujarat news ahmedabad sarangpur swaminarayan sampraday