18 December, 2024 02:40 PM IST | Daman | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI
દુનિયા નવા વર્ષની તૈયારીમાં લાગી ગઈ છે. નવા વર્ષ 2025નું (Diu bans drinking liquor) સ્વાગત કરવા માટે પિકનિક અને પાર્ટીના પ્લાન્સ પણ બની ગયા હશે, જોકે ગુજરાતમાં તો દારૂબંધી છે જોકે ગુજરાતને અડીને આવેલા દીવ દમણ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં દારૂની ખરીદી વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ નથી. દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ અહીંના મનોરમ્ય દરિયાકિનારાઓની ભેટ લે છે, આ સાથે અહીં દારૂ મળતા પાર્ટી કરવા માટે આવતા લોકોની સંખ્યા પણ ખૂબ જ વધારે છે, જોકે આ વર્ષે આ પાર્ટીઓમાં થોડો ખલેલ પાડવાનો છે, કારણ કે દીવમાં પ્રશાસને દારૂબંધી કરવાનો નિર્ણય લીધો છે.
છેલ્લા અનેક સમયથી દીવમાં દારૂના નશામાં (Diu bans drinking liquor) અનેક પ્રવાસીઓ અને લોકો દ્વારા ઉપદ્રવ કરવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. આ બાબતને લઈને ભવિષ્યમાં કોઈપણ મોટી ઘટના ન સર્જાય તે માટે દીવ પ્રશાસન દ્વારા સાવચેતીને પગલે અહીંના અનેક પર્યટન અને જાહેર સ્થળોએ દારૂ પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દીવના જિલ્લા કલેક્ટરે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં દીવના ઘોઘલા બીચ, નાગોઆ બીચ, દીવ જેઠીબાઈ બસ સ્ટેન્ડ, દીવનો કિલ્લો, સેન્ટ પૉલ ચર્ચ, જલંધર બીચ સહિતના બીજા અન્ય પર્યટન સ્થળો પર દારૂના સેવન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાની સૂચના આપવામાં આવી છે.
આ જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે “અહીં મોટી સંખ્યામાં લોકો દારૂની દુકાનોમાંથી દારૂ ખરીદે છે અને તેને દારૂની દુકાનોની બહાર અને જાહેર સ્થળોએ (Diu bans drinking liquor) પીવાનું શરૂ કરે છે. આ સાથે ખાલી દારૂની બોટલો ખુલ્લામાં ફેંકી દેવાની, કાચની બોટલો રસ્તા પર તોડવાની તેમજ દારૂના નશામાં અભદ્ર, હિંસક અને ગુનાહિત પ્રવૃતિઓ કરવાના બનાવોમાં છેલ્લા અનેક સમયથી વધારો જોવા મળી રહ્યો છે”.
“આ બધી ઘટનાથી આનાથી પરિવારના સભ્યો સાથે દીવના દરિયાકિનારા (Diu bans drinking liquor) અને બાકીના પર્યટન સ્થળોની મુલાકાત લેનારા લોકો માટે મોટી સમસ્યા ઊભી થાય છે. જાહેર સ્થળોએ દારૂના નશાને લીધે લોકો વચ્ચે લડાઈ થવાનું જોખમ પણ હોય છે, જેના કારણે જાહેર અથવા ખાનગી મિલકતને નુકસાન થઈ શકે છે અને લોકો ઘાયલ થઈ શકે છે અથવા મૃત્યુ પામી શકે છે. જિલ્લા વહીવટીતંત્રને પણ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે. દીવ કલેક્ટરે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમની સત્તાનો ઉપયોગ કરીને આ જાહેરનામું બહાર પાડ્યું હતું, જે આગામી 60 દિવસ સુધી અમલમાં રહેશે. જિલ્લા કલેકટર દ્વારા રજૂ કરાયેલા આ જાહેરનામાનું નાતાલ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન બહાર પાડવામાં આવ્યું છે જેથી હવે લોકો દ્વારા નિયમોનું ભંગ થતાં પ્રશાસન શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે.