23 August, 2022 09:12 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
સોમનાથ મહાદેવને પીતાંબર અને પુષ્પોનો શૃંગાર
શ્રાવણ મહિનાના ચોથા અને છેલ્લા સોમવારે ગઈ કાલે ગુજરાતમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં ભોળા શંભુના ભાવિકો વહેલી પરોઢથી દર્શન માટે ઊમટ્યા હતા. સોમનાથ મહાદેવને પ્રાતઃ પીતાંબર અને પુષ્પોનો શૃંગાર કરવામાં આવ્યો હતો અને દેવાધિદેવનાં આ દિવ્ય દર્શન કરીને ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. બીજી તરફ ગઈ કાલે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા યોજાઈ હતી અને ભાવિકોના બમ બમ ભોલે, હર હર મહાદેવ, જય સોમનાથના નાદથી પરિસર ગુંજી ઊઠ્યો હતો.