બિપરજૉય તોફાન : 15 જૂનના રોજ ગુજરાત તટ સાથે અથડાવાની શક્યતા

11 June, 2023 05:48 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

કરાચી પોર્ટ ટ્રસ્ટ (કેપીટી)એ `રેડ અલર્ટ` જાહેર કર્યું છે કારણકે પૂર્વ-મધ્ય અરબ સાગરની ઉપર ચક્રવાત બિપરજૉય પોતાની તીવ્રતા બનાવી રહ્યું છે.

ફાઈલ તસવીર

કરાચી (Karachi) પોર્ટ ટ્રસ્ટ (કેપીટી)એ `રેડ અલર્ટ` જાહેર કર્યું છે કારણકે પૂર્વ-મધ્ય અરબ સાગરની ઉપર ચક્રવાત (Cyclone) બિપરજૉય પોતાની તીવ્રતા બનાવી રહ્યું છે.

ચક્રવાતી તોફાન `બિપરજૉય` પૂર્વ-મધ્ય અરબ સાગર પર 5 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ વધી રહ્યું છે. આ વિશે માહિતી આપતા ભારતીય હવામાન વિભાગ (IMD)એ રવિવારે કહ્યું કે આગામી 6 કલાક દરમિયાન અત્યાધિક ગંભીર ચક્રવાતી તોફાન તરીકે આના વધુ વેગવાન થવાની શક્યતા છે. આઈએમડી પ્રમાણે, ચક્રવાત `બિપરજૉય`ના લગભગ ઉત્તર તરફ વધવાની અને 15 જૂનના એક ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન તરીકે પાકિસ્તાન અને આસ-પાસના સૌરાષ્ટ્ર કચ્છના તટ સુધી પહોંચવાની શક્યતા છે.

આ દરમિયાન, કરાચી પોર્ટ ટ્રસ્ટ (કેપીટી)એ `રેડ અલર્ટ` જાહેર કરવામાં આવ્યું છે કારણકે પૂર્વ-મધ્ય અરબ સાગર પર ચક્રવાત બિપરજૉય પોતાની તીવ્રતા જાળવી રહ્યું છે. પાકિસ્તાન સ્થિત એઆરવાય ન્યૂઝે શનિવારે જણાવ્યું કે મહાનગરના દક્ષિણમાં લગભગ 900 કિલોમીટર દૂર હોવાનું અનુમાન હતું. કરાચી પોર્ટ ટ્રસ્ટે વીએસસીએસ `બિપરજૉય`ને કારણે જહાજ અને બંદરગાહ સુવિધાઓની સુરક્ષા માટે `આપાતકાલીન દિશાનિર્દેશ` જાહેર કર્યા છે.  એઆરવાય ન્યૂઝના રિપૉર્ટ પ્રમાણે, કેપીટીએ એક નિવેદનમાં કહ્યું કે શિપિંગ ગતિવિધિઓ સસ્પેન્ડ રહેશે.

એક નિવેદનમાં, ટ્રસ્ટે જાહેરાત કરી કે 25 સમુદ્રી મીલથી ઉપર ઝડપી હવાઓના કેસમાં શિપિંગ ગતિવિધિઓ સસ્પેન્ડેડ રહેશે. આગળ કહ્યું કે જો હવાની ગતિ 35 સમુદ્રી મીલથી ઉપર છે, તો માલવાહક જહાજોનું આવાગમન પણ સસ્પેન્ડેડ રહેશે. કરાચી પોર્ટ ટ્રસ્ટે જહાજોનો સંપર્ક કરવા માટે બે આપાતકાલીન ફ્રિક્વેન્સી પણ જાહેર કરી છે. આમાં કહેવામાં આવ્યું, "તોફાનના પ્રભાવને જોતા રાતના સમયે જહાજોનું આવાગમન સસ્પેન્ડેડ રહેશે." ટ્રસ્ટે અધિકારીઓને હાર્બર ક્રાફ્ટને ચોકીમાં સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવાના નિર્દેશ પણ આપ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં શાળા-પ્રવેશોત્સવમાં બાધારૂપ બની શકે છે વાવાઝોડું

કેપીટીએ કરાચી ઈન્ટરનેશનલ કેન્ટેનર ટર્મિનલ પર જહાજોની ડબલ-બંકિંગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પહેલા શનિવારે કરાચી પ્રશાસને ગંભીર ચક્રવાતી તોફાન (વીએસસીએસ) `બિપરજૉય`ના જોખમને ધ્યાનમાં રાખતા કલમ 144 હેઠળ માછલી પકડવા, નૌકાયન, તરવા અને સમુદ્રમાં નહાવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું હતું. દિશાનિર્દેશ પ્રમાણે, જહાજ ડૂબવા કે કોઈપણ અપ્રિય ઘટનાથી બચવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આદેશોની અવહેલના કરતા સંબંધિત અધિકારીઓની તેમ જ સહાયક કમિશનોને કાર્યવાહી માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે બિપરજૉયને કારણે ગુજરાતના દરિયાકાંઠા પર આવેલા ૧૩ જિલ્લામાં એની અસર વધારે જોવા મળવાની શક્યતા હોવાથી ગુજરાત સરકારે નૅશનલ ડિઝૅસ્ટર ટીમને એ જિલ્લાઓમાં તહેનાત રાખી છે. બિપરજૉયને કારણે ગઈ કાલે જ વાતાવરણમાં ફરક જોવા મળ્યો હતો અને પોરબંદરના દરિયામાં ૧૦થી ૧૫ ફુટ ઊંચાઈનાં મોજાં ઊછળતાં જોવા મળ્યાં હતાં. બિપરજૉયની દિશા વારંવાર બદલાતી હોવાથી એનું સાઇક્લોનિક પ્રેશર ઘટ્યું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ દેખાઈ રહ્યું છે. એમ છતાં, બુધવાર સુધીમાં ઉત્તરોત્તર ગુજરાતમાં પવનની ગતિ તેજ થવાની સંભાવના પણ ગુજરાત હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે બુધવાર સુધીમાં ૫૦થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

નામ કેવી રીતે પડ્યું?
‘બિપરજૉય’ નામ બંગલાદેશ દ્વારા સજેસ્ટ કરાયું હતું. બંગાળી ભાષામાં આ શબ્દનો અર્થ ‘હોનારત’ કે ‘આપદા’ થાય છે. સાઇક્લોન્સનું નામકરણ ગાઇડલાઇન્સને અનુસરીને દેશો દ્વારા વારાફરતી કરવામાં આવે છે.

cyclone gujarat news gujarat karachi pakistan national news international news