BJPમાં જોડાયો રવીન્દ્ર જાડેજા

06 September, 2024 09:23 AM IST  |  Jamnagar | Gujarati Mid-day Correspondent

રીવાબા જાડેજાએ સોશ્યલ મીડિયા પર પોતાના સભ્યપદનું રીન્યુઅલ અને પતિના નવા સભ્યપદનું પ્રમાણપત્ર શૅર કર્યાં હતાં

રવીન્દ્ર જાડેજાનું સભ્યપદનું પ્રમાણપત્ર

BJP હાલમાં દેશભરમાં સદસ્યતા અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન હેઠળ ભારતીય ક્રિકેટ ટીમનો ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ આ પાર્ટીમાં જોડાયો છે. જામનગર ઉત્તર વિધાનસભાનાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ સોશ્યલ મીડિયા પર પોતાના સભ્યપદનું રીન્યુઅલ અને પતિના નવા સભ્યપદનું પ્રમાણપત્ર શૅર કર્યાં હતાં. આ સાથે ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની પૉલિટિક્સમાં ઑફિશ્યલ એન્ટ્રી થઈ છે. રવીન્દ્ર જાડેજાએ અગાઉ ૨૦૨૨માં ગુજરાતની ચૂંટણી વખતે પત્ની માટે પ્રચાર કર્યો હતો. 

ravindra jadeja bharatiya janata party political news Gujarat BJP jamnagar gujarat gujarat news