24 August, 2024 04:39 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent
સુરતમાં ઘર પર ક્રેન ક્રેશ થયું (તસવીર: ANI વીડિયો)
ગુજરાતના સુરતમાં સુરત મેટ્રો પ્રશાસનની મોટી બેદરકારી સામે આવી છે. સુરતના નાના વરાછા વિસ્તારમાં તપોવન સર્કલ પાસે મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન સ્પાનના બાંધકામ દરમિયાન હાઇડ્રોલિક મશીન તૂટી ગયું હતું. હાઇડ્રોલિક મશીનને ક્રેનમાંથી ઉપાડીને થાંભલા પર મુકવામાં આવી રહ્યું હતું ત્યારે આ ભયાવહ અકસ્માત થયો હતો અને તે દરમિયાન ક્રેઈન સ્લીપ (Crane Crash in Surat) થવાને કારણે હાઈડ્રોલિક મશીન નજીકની ઈમારત પર પડ્યું હતું, પણ આ ભયાનક દુર્ઘટના સમયે રહેણાંક મકાનના આ ભાગમાં કોઈ પણ વ્યક્તિ નહોતું જેને લીધે મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ હતી. જો કે ક્રેન મકાન પર પડી જતાં જોરદાર અવાજ આવતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકો એકદમ ડરી ગયા હતા.
સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓએ હાલમાં આ મુદ્દે કોઈપણ માહિતી આપવા બાબતે મૌન જાળવ્યું છે. એક અધિકારીએ કહ્યું કે તપાસ બાદ જ કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરી શકાશે અને આ અકસ્માત કેમ અને કેવી રીતે થયો? તેની તપાસ કરવામાં આવશે. આ ઘટનામાં કામ કરી રહેલા લોકો કે અન્ય કોઈ પણ બીજા વ્યક્તિને ઈજા થઈ ન નથી પરંતુ એક ઘર પર ક્રેઈન પડી જવાને લીધે તે ઈમારતને ઘણું (Crane Crash in Surat) નુકસાન થયું છે. ઘટના બાદ અગ્નિ શમન દળ વિભાગના અધિકારીઓ અને પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ક્રેન મકાન પર પાડવાની ઘટનાના અગાઉ પણ સુરતમાં મેટ્રોના એલિવેટેડ ટ્રેકના કામ દરમિયાન એક ગર્ડરને નુકસાન થયું હતું. ત્યારબાદ તેમાં તિરાડો દેખાતા મેટ્રો પ્રશાસન (Crane Crash in Surat) દ્વારા તેને બદલવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. આ ઘટના બાદ વિસ્તારના ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. હાલમાં ગુજરાતમાં માત્ર અમદાવાદમાં જ મેટ્રો સેવા શરૂ કરવામાં આવી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ના નેતૃત્વ હેઠળ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટરનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેને પગલે હવે સુરતમાં પણ 2026 સુધીમાં મેટ્રો શરૂ થવા થશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઘટના બાદનો વીડિયો હવે હવે સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ (Crane Crash in Surat) થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મેટ્રોને બાંધકામ દરમિયાન ક્રેન નજીક આવેલા એક મકાન પર ધરાશાયી થઈ ગયું છે. આ ઘટના થતાં આસપાસ ભારે ભીડ જમા થઈ ગઈ હતી અને પોલીસ પ્રશાસન લોકોને ત્યાંથી દૂર હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ ઘટનામાં કેટલા લોકોને ઈજા થઈ છે તેની માહિતી હજી જાહેર નથી થઈ તેમ જ આ મામલે હવે તપાસ હાથ ધરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એમ એક અધિકારીએ કહ્યું હતું.