30 March, 2019 09:51 PM IST | અમદાવાદ
હાર્દિકે હટાવ્યો "બેરોજગાર" શબ્દ
લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ કોંગ્રેસમાં જોડાયેલા પાસ નેતાને આખરે રોજગાર મળી ગયો છે. આ લોકસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયામાં દ્વારા લોકો સુધી નેતાઓ પહોંચી રહ્યા છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોકીદારનું ટ્વિટર કેમ્પેઈન ચલાવ્યુ હતુ જેણે વિશ્વ કક્ષાએ પ્રતિસાદ મળ્યો હતો. સામે બેરોજગારીનો મુદ્દા સાથે હમેશા સરકાર પર પ્રહાર કરતા હાર્દિક પટેલે બેરોજગારનું કેમ્પેઈન ચલાવ્યુ હતું. આ કેમ્પેનમાં હાર્દિક પટેલને ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો. નિષ્ફળ કેમ્પેન બાદ હાર્દિક પટેલે ટ્વિટર હેન્ડલમાંથી બેરોજગાર શબ્દ હટાવ્યો હતો.
લોકોએ કર્યો ટ્રોલ, કહ્યું : હાર્દિકને મળી રોજગારી
હાલમાં જ કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલે થોડા સમય પહેલા પોતાનું ટ્વિટર હેન્ડલ બદલીને બેરોજગાર હાર્દિક પટેલ કર્યું હતું. જેને લઈને હાર્દિક પટેલ ઘણો ચર્ચામાં આવ્યો હતો અને ટ્રોલ પણ થયો હતો. કોંગ્રેસના નવા નેતા હાર્દિક પટેલે હાલમાં જ તેના ટ્વિટર હેન્ડલથી બેરોજગાર શબ્દ હટાવ્યો છે એટલે લાગી રહ્યું છે કે બેરોજગાર હાર્દિક પટેલને આખરે રોજગારી મળી ગઈ છે જેના કારણે તેણે તેના ટ્વિટર હેન્ડલ પરથી બેરોજગાર શબ્દ હટાવ્યો છે.
આ પણ વાંચો: કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક થયો બેરોજગાર, ટ્વિટર હેન્ડલનું નામ
મોદીના ચોકીદાર સામે હાર્દિકનું બેરોજગાર કેમ્પેન નિષ્ફળ
ટ્વિટર હેન્ડલ પર નામ કરતાની સાથે જ હાર્દિક પટેલને લોકો દ્વારા ટ્રોલ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેમ્પેન ચોકીદાર સામે ચલાવેલામાં આવેલા હાર્દિકના બેરોજગાર કેમ્પેન ખાસ અસરકારક દેખાયુ હતું નહી. આમ હાર્દિક પટેલે પોતાના ટ્વીટર એકાઉન્ટમાંથી "બેરોજગાર" શબ્દ હટાવી દીધો છે.