24 January, 2019 10:59 AM IST |
અલ્પેશ કેસરિયા કરશે ?
23 જાન્યુઆરીએ યોજાયેલી એક્તા યાત્રામાં અલ્પેશ ઠાકોર અને ભાજપના નેતા શંકર ચૌધરી સાથે જોવા મળ્યા હતા. અલ્પેશ ઠાકોરે શરૂ કરેલી એક્તા યાત્રામાં ભાજપના ધારાસભ્યની હાજરી સૂચક દેખાઈ રહી છે. સાથે જ એક્તા યાત્રાને કેટલાક સ્થળો પર ભાજપના કાર્યકર્તાઓ પણ આવકારી રહ્યા છે. ખુદ ભાજપના મહામંત્રીની હાજરી અલ્પેશ ઠાકોરની એક્તા યાત્રામાં દેખાય તે વાતે ચર્ચાનો દોર શરૂ કર્યો છે. તેમાંય છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ ઠાકોર પ્રદેશ કોંગ્રેસના નેતાઓથી નારાજ પણ દેખાઈ રહ્યા છે. એટલે સુધી કે તેઓ પોતાની વાત રજૂ કરવા દિલ્હી દરબારમાં પણ પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃએકતાયાત્રામાં અલ્પેશનો હુંકારઃ આસુરી શક્તિનો કરીશું નાશ
બીજી તરફ ભાજપ પાસે ઠાકોર સમાજ માટે કોઈ મોટો નેતા નથી. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપને પણ કદાચ અલ્પેશની જરૂર પડી શકે છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોર ભાજપગમન કરી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે.