17 July, 2024 03:01 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ (ફાઇલ તસવીર)
ગુજરાતના બે જિલ્લામાં સફળ પાયલોટ પ્રોજેક્ટ બાદ હવે ગુજરાત સરકાર (Gujarat’s Cooperation in Cooperation) તમામ જિલ્લાઓમાં સહકારી સહયોગ યોજના લાગુ કરવાની તૈયારી કરી રહી છે. ગુજરાત સરકારે અગાઉ રાજ્યના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં આ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો અને આ બંને જિલ્લામાં તેને નોંધપાત્ર સફળતા મળી છે.
ગુજરાત સરકારની માહિતી મુજબ બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં (Gujarat’s Cooperation in Cooperation) સહકારી સહયોગ પ્રોજેક્ટ હેઠળ ચાર લાખથી વધુ નવા બેન્ક ખાતા ખોલવામાં આવ્યા છે અને સહકારી બેન્કમાં જમા રકમ રૂ. 900 કરોડને વટાવી ગઈ છે. બનાસકાંઠા અને પંચમહાલની સહકારી સમિતિઓમાં 1700 થી વધુ માઈક્રો એટીએમ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. સીએમઓએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે `મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, સહયોગમાં સહયોગ માટેનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યો હતો. હવે આ અભિયાન હેઠળ કેન્દ્રીય ગૃહ અને સહયોગ પ્રધાન અમિત શાહની મદદથી આ જિલ્લાઓમાં ચાર લાખથી વધુ નવા બેન્ક ખાતા ખોલવામાં આવ્યા છે. જેના કારણે સહકારી બેન્કોમાં જમા રકમ વધીને 900 કરોડ રૂપિયા કરતાં પણ વધુ થઈ ગઈ છે.
દેશના તમામ રાજ્યોના સહકારી ક્ષેત્રો વચ્ચે સમન્વય સર્જીને દેશની સહકારી સંસ્થાઓને નવી ઉર્જા અને નવી ઓળખ આપવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું (Gujarat’s Cooperation in Cooperation) વિઝન છે. હવે કેન્દ્રીય ગૃહ અને સહયોગ પ્રધાન અમિત શાહના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રમાં નવા પ્રયોગો અને પહેલ કરવામાં આવી રહી છે. આ પહેલનો હેતુ ગુજરાતની હજારો સહકારી સમિતિઓ વચ્ચે જિલ્લા અને રાજ્ય સહકારી બેન્કોના ખાતામાં જમા રકમનું કેન્દ્રિયકરણ કરીને સહયોગ વધારવાનો છે. આમાં, વિવિધ કોમર્શિયલ બેન્કોમાં કાર્યરત સહકારી સંસ્થાઓ અને તેમના સભ્યોના વર્તમાન બેન્ક ખાતાઓને જોડવાની અને તેમને કેન્દ્રીયકૃત જિલ્લા સહકારી બેન્ક કે રાજ્ય સહકારી બેન્ક હેઠળ લાવવાની યોજના છે. સહકારી સંસ્થાઓની સામૂહિક મૂડીને કેન્દ્રીયકૃત બેન્ક હેઠળ લાવવાથી ઘણા મહત્ત્વપૂર્ણ પરિણામો જોવા મળ્યા છે.
આ પરિણામોમાં કેન્દ્રીયકૃત સહકારી બેન્કોમાં જમા કરવવામાં આવતી રકમમાં નોંધપાત્ર વધારો થયો છે, સહકારી સમિતિઓમાં નાણાકીય પ્રવાહિતા વધી છે, જેનાથી લોનની જરૂરિયાતો અને માગણી સરળતાથી પહોંચી શકે છે. ઉપરાંત, આ પહેલ હવે સુનિશ્ચિત કરશે કે સહકારી સંસ્થાઓની સામૂહિક મૂડીનો ઉપયોગ અન્ય સહકારી સંસ્થાઓ દ્વારા પણ કરી શકાય છે. ગુજરાતના મુખ્ય પ્રધાને (Gujarat’s Cooperation in Cooperation) રાજ્યના ઔદ્યોગિક અને ખાણ ક્ષેત્રોમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે રૂ. 1470 કરોડની ફાળવણીને મંજૂરી આપી છે. રાજ્યના માહિતી વિભાગે જણાવ્યું હતું કે આ રકમથી રાજ્યના ઔદ્યોગિક અને ખાણ ક્ષેત્રના 65 રસ્તાઓને સુધારવામાં આવશે. આ રસ્તાઓ 688 કિલોમીટરના વિસ્તારને કવર કરશે.