ભાવનગર–સોમનાથ હાઇવે પર રાજુલા પાસેનો બ્રિજ ધરાશાયી

03 March, 2023 08:20 AM IST  |  Bhavnagar | Gujarati Mid-day Correspondent

સૌરાષ્ટ્રમાં ભાવનગર–સોમનાથ હાઇવે પર રાજુલા પાસે દાતરડી ગામ નજીક બની રહેલો બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)


અમદાવાદ ઃ સૌરાષ્ટ્રમાં ભાવનગર–સોમનાથ હાઇવે પર રાજુલા પાસે દાતરડી ગામ નજીક બની રહેલો બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો. જોકે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ 
થઈ નથી.
અમરેલીના રાજુલા પાસે આવેલા દાતરડી ગામ નજીક છેલ્લા કેટલાક સમયથી ભાવનગર-સોમનાથ હાઇવે પર નવો બ્રિજ બની રહ્યો છે અને એનું ૫૦ ટકા જેટલું કામ લગભગ પૂરું થઈ ગયું છે. આ બ્રિજનું કામ ચાલી રહ્યું હતું એ દરમ્યાન એકાએક બ્રિજનો એક ભાગ ધસી પડ્યો હતો. બ્રિજનું કામ કરી રહેલા કોઈ મજૂર કે અન્ય કોઈ વ્યક્તિને આ ઘટનામાં ઈજા થઇ નહોતી. જોકે અચાનક બ્રિજ તૂટી પડતાં હોબાળો મચી ગયો હતો. તૂટી પડેલા આ બ્રિજની વિડિયો-ક્લિપ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ હતી.

gujarat news gujarat bhavnagar