Biporjoy cyclone updates : બિપરજૉયનો સામનો કરવા સંકલન માટે કેન્દ્રીય પ્રધાનો પણ ખડેપગે

14 June, 2023 11:26 AM IST  |  Bhuj | Gujarati Mid-day Correspondent

મેડિકલ અને હેલ્થ ઇમર્જન્સીનો સામનો કરવા માટે એક ઍક્શન પ્લાનનો અમલ થઈ રહ્યો છે - મનસુખ માંડવિયા

ભુજમાં ગઈ કાલે બિપરજૉયનો સામનો કરવા આર્મીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગઈ કાલે ભુજના મિલિટરી સ્ટેશનની મુલાકાત લેતા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા. તસવીર પી.ટી.આઇ.

બિપરજૉય સાઇક્લોન ગુજરાતના કચ્છ જિલ્લા તરફ ધસી રહ્યું છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગઈ કાલે જણાવ્યું હતું કે રૅશન માટેની વ્યવસ્થાની સાથે શેલ્ટર હોમ્સ ઊભાં કરવામાં આવી રહ્યા છે. મેડિકલ અને હેલ્થ ઇમર્જન્સીનો સામનો કરવા માટે એક ઍક્શન પ્લાનનો અમલ થઈ રહ્યો છે. માંડવિયા કચ્છ જિલ્લાના ભુજમાં પહોંચ્યા છે. બીજી તરફ અન્ય ચાર કેન્દ્રીય પ્રધાનો પણ રેસ્ક્યુ અને સ્થળાંતરની કામગીરીમાં રાજ્યના વહીવટી તંત્રની સાથે સંકલન સાધવા માટે જ્યાં આ વાવાઝોડાની અસર થવાનો ખતરો છે એવા ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં પહોંચી ગયા છે. જેમ કે કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા દેવભૂમિ દ્વારકામાં છે, દર્શના જરદોષ પોરબંદરમાં, દેવુસિંહ ચૌહાણ જામનગરમાં જ્યારે મહેન્દ્ર મુંજપરા ગીર સોમનાથમાં છે. માંડવિયાએ રિપોર્ટર્સને જણાવ્યું હતું કે ‘વહીવટી તંત્રે રૅશન સાથે શેલ્ટર હોમ્સ ઊભાં કર્યાં છે. પ્રેગ્નન્ટ મહિલાઓ અને બાળકો માટે ફૅસિલિટીઝ છે. હોનારતોનો સામનો કરવા માટે જુદી-જુદી એજન્સીઓની વચ્ચે સંકલન જરૂરી છે.’ 

cyclone Weather Update Gujarat Rains bhuj gujarat news