પ્રેગ્નેન્ટ મહિલા સાથે ગેંગરેપ અને સાત લોકોની હત્યાના દોષીને જેલમુક્તિ, જાણો બિલ્કિસ બાનોની કહાની

16 August, 2022 01:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવતા તમામ 11 આરોપીઓને મુક્ત કરવામાં આવ્યાં છે. ગુજરાત સરકારે દોષીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. આ તમામ દોષી 15 વર્ષથી પણ વધારે અધિક સમયથી જેલમાં બંધ હતાં. 

બિલ્કિસ બાનો

બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવતા તમામ 11 આરોપીઓને મુક્ત કરવામાં આવ્યાં છે. ગુજરાત સરકારે દોષીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. આ તમામ દોષી 15 વર્ષથી પણ વધારે અધિક સમયથી જેલમાં બંધ હતાં. 

ગુજરાતના ગોધરામાં 2002માં થયેલા રમખાણો બાદ બિલ્કિસ બાનો સાથે ગેંગ રેપ થયો હતો. તેમના પરિવારના સાત લોકોની હત્યા પણ કરવામાં આવી હતી. આ મામલે 2008માં 11 દોષીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. આ દોષીઓમાંથી એકએ મુક્તિ માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે મુક્તી માટેનો નિર્ણય ગુજરાત સરકાર પર છોડ્યો હતો. 

હવે ગુજરાત સરકારે દોષીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. જો કે તેમના આ નિર્ણયની નિંદા કરવામાં આવી રહી છે. હ્યુમન રાઈટ્સના વકીલ શમશાદ પઠાને જણાવ્યું હતું કે  મોટી સંખ્યામાં કેટલાય કેદી હજી પણ જેલમાં છે, જેઓએ બિલ્કિસ સાથે કુકર્મ આચર્યુ હતું. તેમણે કહ્યું કે જ્યારે સરકાર આવા નિર્ણયો કરે છે ત્યારે પીડિતનો સિસ્ટમ પરથી વિશ્વાસ અને આશા તુટી જાય છે. 

શું છે સમગ્ર મામલો 

27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના ડબ્બામાં આગ ચાંપી દેવામાં આવી હતી. જેમાં આ ડબ્બામાં સવાર 59 કાર સવેકોના મોત થયા છે. આ ઘટના બાદ સ્થિતિમાં વધુ તણાવ આવ્યો હતો. રમખાણોથી બચવા માટે બિલ્કિસ બાનો પોતાની બાળકી અને પરિવાર સાથે ગામ છોડી ભાગી ગઈ હતી. 

બિલ્કિસ બાનો અને તેનો પરિવાર જ્યાં છુપાયેલો હતો, ત્યાં 3 માર્ચ 2002ના રોજ 20થી 30 લોકોના એક જુથે તલવાર અને લાઠી વડે હુમલો કર્યો હતો. આ ઉપરાંત આ ટોળાએ બિલ્કિસ બાનો સાથે બળાત્કાર પણ કર્યો હતો. તે સમયે બિલ્કિસ બાનો 5 મહિનાની ગર્ભવતી હતી. આટલું જ નહીં તેણીના પરિવારના લોકોની પણ હત્યા કરી દેવામાં આવી હતી. 

2008માં મળી આજીવન કેદની સજા

આ ઘટના પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા. આ ઘટનાના આરોપીઓની 2004માં ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે અમદાવાદમાં ટ્રાયલ શરૂ થયું હતું. બાદમાં બિલ્કિસે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે આ મામલાના સાક્ષીઓને ધમકાવવામાં આવી શકે છે અને પુરાવા સાથે પણ ચેડાં થઈ શકે છે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે આ મામલાને અમદાવાદથી મુંબઈ ટ્રાન્સફર કર્યો હતો. 21 જાન્યુઆરી 2008ના રોજ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. વિશેષ કોર્ટે પુરાવાના અભાવે 7 દોષિતોને નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યારે કે એકનું મોત ટ્રાયલ દરમિયાન થયું હતું. 

બાદમાં બોમ્બે હાઈકોર્ટે પણ ગુનેગારોની સજાને યથાવત રાખી હતી. 2019 માં, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલ્કિસ બાનોને 50 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો. સાથે જ બિલ્કિસને નોકરી અને ઘર આપવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. 

દોષીઓની મુક્તિ કેમ..?

આ મામલે દોષીઓને મુક્તિ મળી છે, તેમાં જસવંતભાઈ, ગોવિંદભાઈ, શૈલેષ ભટ્ટ, રાધે શ્યામ શાહ, બિપિન ચન્દ્ર જોશી, કેસરભાઈ વોહાનિયા, પ્રદિપ મોરધિયા, બાકાભાઈ વોહાનિયા, રાજુભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદાના સામેલ છે. 

દોષિતોમાંના એક રાધેશ્યામ શાહે CrPCની કલમ 432 અને 433 હેઠળ સજા માફ કરવા માટે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.ગુજરાત હાઈકોર્ટે તેમની અપીલ ફગાવી દીધી હતી કે મહારાષ્ટ્ર સરકાર આ અંગે નિર્ણય લઈ શકે છે.

આ પછી શાહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેણે પોતાની અરજીમાં કહ્યું છે કે તે 15 વર્ષથી વધુ સમયથી કોઈપણ મુક્તિ વિના જેલમાં છે.આ વર્ષે 13 મેના રોજ, સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે ગુજરાતમાં ગુનો થયો હોવાથી,તેથી, માત્ર ગુજરાત સરકાર જ રિલીઝ અંગે નિર્ણય લઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે બે મહિનામાં આ અંગે નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો.સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાત સરકારે તમામ 11 દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે.

gujarat news gujarat gujarat high court