રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગરમાં નવા સચિવાલય પાસે હેલીપેડ ગ્રાઉન્ડમાં આયોજીત શપથ સમારોહ(Oath Ceremony)માં 18માં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલને શપથ લેવડાવશે.
ભાજપની ભવ્ય જીત સમયે નેતાઓએ વ્યક્ત કરી ખુશી (ફાઈલ તસવીર)
ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)માં રેકોર્ડ બ્રેક જીત બાદ ભાજપ(BJP) આજે શપથ સમારોહનું આયોજન કરી રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગરમાં નવા સચિવાલય પાસે હેલીપેડ ગ્રાઉન્ડમાં આયોજીત શપથ સમારોહ(Oath Ceremony)માં 18માં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલને શપથ લેવડાવશે.
આ પણ વાંચો:વિદેશી મીડિયા ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત પર શું કહે છે? જાણો
શપથ સમારોહ સંબંધિત ખાસ મહત્વની બાબતો
- ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતા ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)અને અન્ય ખાસ મહાનુભાવોની હાજરીમાં આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
- ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલનો આ સતત બીજો કાર્યકાળ હશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગરમાં નવા સચિવાલય પાસે હેલીપેડ ગ્રાઉન્ડમાં આયોજીત કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલને 18માં મુખ્યપ્રધાન તરીકે શપથ લેવડાવશે.
- ભાજપ સુત્રો અનુસાર વડાપ્રધાન મોદી સિવાય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે.
- ભૂપેન્દ્ર પટેલ સાથે કેટલાક નવા મંત્રીઓના શપથ લેવાની પણ સંભાવના છે. હાલતમાં પૂર્ણ થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182 બેઠકોમાંથી 156 બેઠકો હાંસિલ કરી છે.
- ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આ સતત સાતમી જીત છે. કોંગ્રેસને 17 બેછકો, AAPને પાંચ બેઠક મળી છે. ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સમગ્ર મંત્રી મંડળ સાથે રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું હતું.
- શનિવારે તેમને ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતાં. આ સાથે જ તેમણે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને આગામી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા સીટ પર 1.92 લાખ મતો સાથે વિજય મેળવ્યો છે.
- ગત વર્ષે સપ્ટેમ્બરરમાં વિજય રૂપાણીના રાજીનામાં બાદ રાજ્યની કમાન પટેલને સોંપવામાં આવી હતી. આ દરમિયાન સુત્રોએ જણાવ્યું હતું કે મંત્રી પરના ઉમેદવારોની પસંદગી કરવા માટે ભાજપમાં વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે.
- પાર્ટીએ જાતી અને ક્ષેત્રિય પ્રતિનિધિત્વને સંતુલિત કરીને ચાલવું પડશે. ધારાસભ્ય કનુ દેસાઈ, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, શંકર ચૌધરી, પૂર્ણેશ મોદી, મનીષા વકીલ અને રમન પાટકર એ નેતા છે, જેમને મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવી શકે છે.
- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે ભવ્ય જીત મેળવી છે. ભાજપ પોતાની આ પ્રચંડ જીતથી ખુબ ઉત્સાહિત દેખાઈ રહી છે.