Gujarat CM: બીજી વાર ગુજરાત રાજ્યની કમાન સંભાળી ભુપેન્દ્ર પટેલે,કોણ બન્યા કેબિનેટ મંત્રી? જાણો

12 December, 2022 03:55 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ સોમવારે ભૂપેન્દ્ર પટેલે બીજી રાજ્યની કમાન સંભાળી છે. ભાજપે ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણને શક્તિ પ્રદર્શન તરીકે રજૂ કરવા પ્રયાસ કર્યો.

ભૂપેન્દ્ર પટેલ બીજી વાર બન્યા રાજ્યના મુખ્યપ્રધાન

ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel)એ બીજી વાર ગુજરાતના મુખ્યપ્રધાન(Gujarat CM )તરીકે શપથ લીધા છે. વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ સોમવારે ભૂપેન્દ્ર પટેલે બીજી રાજ્યની કમાન સંભાળી છે. ભાજપે ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણને શક્તિ પ્રદર્શન તરીકે રજૂ કરવા પ્રયાસ કર્યો. આ શપથગ્રહણ સમારોહ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી (PM Modi),રાજનાથ સિંહ (Rajnath Singh)ગૃહપ્રધાન અમિત શાહ(Amit shah)ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક ભાજપ નેતાએ ઉપસ્થિત રહ્યાં હતાં. ભૂપેન્દ્ર પટેલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યપ્રધાન તરીકે શપશ લેવડાવ્યાં હતાં. આ સાથે જ 16 ધારાસભ્યોએ મંત્રીપદ માટે શપથ લીધા છે. 

આ પણ વાંચો:ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલની શપથ સમારોહ વિશે જાણો મહત્વના મુદ્દા

એ ધારાસભ્યો જેમણે મંત્રીપદ માટે લીધા શપથ

1. કનુભાઈ દેસાઈ (KanuBhai Desai)
2.ઋશિકેશ પટેલ (Rushikesh Patel)
3.રાઘવજી પટેલ(Raghavji Patel)
4.બલવંત સિંહ રાજપૂત( Balvant singh Rajput)
5.કુંવરજીભાઈ બાવળિયા (Kunwarjibhai Bavaliya)
6.મુળુભાઈ બેરા (Mulubhai Bera)
7.ભાનુબેન બાબરિયાઠ
8. કુબેર ડિડોર

9.હર્ષ સંઘવી (Harsh Sanghavi)
10.જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishvakarma)

11. મુકેશ પટેલ (Mukesh Patel)
12.પુરુષોત્તમ સોલંકી
13.બચ્ચુભાઈ ખાબડ
14.પ્રફુલ્લ પાનસેરિયા
15.ભીખુસિંહ પરમાર
16.કુંવરજી હલપતિ

આ પણ વાંચો:Bhupendra Patel:એન્જિનિયરથી બિલ્ડર અને CM સુધીની સફર, રાજનીતિ સિવાય આ પણ છે પસંદ

હાર્દિક પટેલ અને અલ્પેશને કેબિનેટમાં ન મળ્યુ સ્થાન

પાટીદાર નેતા હાર્દિક પટેલ(Hardik Patel)અને અલ્પેશ ઠાકોરને મંત્રીઓના લિસ્ટમાં સ્થાન મળ્યુ નથી. જો કે આને લઈ હાર્દિક પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. હાર્દિક પટેલે કહ્યું, " હું ખુબ જ યુવા કલાકાર છું. હું પાર્ટી માટે કામ કરવામાં વિશ્વાસ રાખું છું. એ નિર્ણય પાર્ટીનો છે કે તેમણે કોને-કોને
 કેબિનેટમાં રાખવા છે. મને જે પણ જવાબદારી સોંપવામાં આવશે તેને હું ખુશી સાથે સ્વીકાર કરીશ."

પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા જેવા દિગ્ગજ નેતાઓ પણ કાર્યક્રમમાં સામેલ થયા હતાં. આ સિવાય યુપી મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, એમપી મુખ્યપ્રધાન શિંવરાજ સિંહ ચૌહાણ, આસામના સીએમ હેમંત બિસ્વા સરમા સહિત અનેક ભાજપ શાસિત રાજ્યોના 12થી અધિક મુખ્યપ્રધાનો કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.

 

bhupendra patel gujarat news gujarat election 2022 gujarat politics narendra modi gujarat cm