18 July, 2019 12:21 PM IST | Bhuj
ભુજ એરપોર્ટ
Bhuj : ભુજ શહેર કચ્છ જીલ્લાનું કેપિટલ શહેર માનવામાં આવે છે. ઘણીવાર ભુજ એરપોર્ટને અમદાવાદ, મુંબઇ અને દિલ્હીની ફ્લાઇટો માટે અનેક માંગણી કરી ચુક્યા છે. ત્યારે ભુજ એરપોર્ટને વધુ એક ઝટકો લાગ્યો છે. એક બાજુ ભુજ એરપોર્ટ પર મુંબઇને જોડતી ખાનગી કંપનીની બે ફ્લાઇટ બંધ થતા પ્રવાસીઓ પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. તો બીજી બાજુ પ્રવાસીઓ માટે બીજી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ઉડાન યોજના હેઠળ ભુજમાં નવી ફ્લાઇટ શરૂ કરવાની હાલ કોઇ યોજના ન હોવાની માહિતી ખૂદ સરકારે વિધાનસભામાં આપી છે. રાજ્યના અનેક શહેરોમાં ઉડાન યોજના હેઠળ નવી ફ્લાઇટની વિચારણા કરાઇ છે. પરંતુ જ્યાં પ્રવાસીઓ મળી રહે છે. તેવા ભુજ માટે કોઇ યોજના ન હોવાથી અહીંના લોકોએ આંચકો અનુભવ્યો છે.
આ અંગે મળતી વિગતો મુજબ કચ્છમાં હવાઇ સેવાની વિશાળ સંભાવના છે. પ્રવાસન, એનઆરઆઇની મોટી સંખ્યા તથા ઔદ્યોગીક એકમોના કારણે કંડલા અને ભુજના એરપોર્ટથી દેશના અન્ય શહેરો માટે હવાઇ સેવાની વર્ષોથી માંગ છે. જેટ એરવેઝની દેશભરની સાથે ભુજમાં પણ દૈનિક બે ફ્લાઇટ બંધ થતા અધધ 85 ટકા પ્રવાસીઓનો ઘટાડો નોંધાયો છે. જેના કારણે ભુજ એરપોર્ટ પર હાલ મુંબઇની એક ફ્લાઇટની તાતી જરૂરીયાત છે. ભુજને કંડલાની જેમ ઉડાન યોજના હેઠળ દિલ્હી અથવા મુંબઇની એક ફ્લાઇટ મળે તેવી આશા હતી.
જોકે હાલ તો ભુજ માટે આવી કોઇ વિચારણા ન હોવાનું સરકારે વિધાનસભામાં કહી દીધુ છે. ઉડાન યોજના હેઠળ ભવિષ્યમાં અમદાવાદથી વધુ ત્રણ હવાઇ સેવા, જામનગરની પાંચ, સુરતથી ત્રણ, સાબરમતી રિવરફ્રન્ટથી બે, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી બે તથા શેત્રુંજ્ય ડેમ, ભાવનગર, કેશોદને એક-એક ફ્લાઇટ શરૂ થવાની છે. જેમાં ભુજ અથવા કચ્છના અન્ય કોઇ એરપોર્ટને સમાવેશ કરાયો નથી.
આ પણ જુઓ : આ લોકોએ લીધી છે રાજકોટને સ્વચ્છ અને હરિયાળું બનાવવાની નેમ...
મુન્દ્રા-અમદાવાદ ફ્લાઇટ બંધ
સરકાર દ્વારા પ્રવાસીઓની સંભાવના નથી ત્યાં હવાઇ સેવા શરૂ કરી રહી છે. મુન્દ્રા-અમદાવાદ રૂટ પર ઉડાન યોજના હેઠળ સેવા શરૂ કરાઇ હતી. જે હા બંધ હાલતમાં છે. કંડલા-મુંબઇ ફ્લાઇટને ઉડાન યોજના હેઠળ સારા પ્રવાસીઓ મળી રહ્યા છે. તેવી રીતે ખરેખર ભુજમાં આ યોજના તળે સેવા શરૂ કરવામાં આવે તો આમ લોકોની સાથે અેવીઅેશન કંપનીઅોને પણ ફાયદો થાય તેમ છે.