આધ્યાત્મિકતાના માહોલ વચ્ચે આજથી અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો

12 September, 2024 07:51 PM IST  |  Ambaji | Gujarati Mid-day Correspondent

આધ્યાત્મિકતાના માહોલ વચ્ચે ઉત્તર ગુજરાતમાં આવેલા યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો રંગેચંગે શુભારંભ થશે.

અંબાજીમાં આવેલું અંબે માતાજીનું મંદિર.

આધ્યાત્મિકતાના માહોલ વચ્ચે આજથી ઉત્તર ગુજરાતમાં આવેલા યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો રંગેચંગે શુભારંભ થશે. દેશ-વિદેશથી લાખો માઈભક્તો પદયાત્રા કરીને અંબાજી પહોંચશે અને માતાજીના મંદિરે શીશ નમાવીને ધન્યતા અનુભવશે. મહામેળામાં લાખોની સંખ્યામાં આવતા માઈભક્તો સવારે ૬ વાગ્યાથી રાતે ૧૨ વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરી શકશે. આજથી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન યોજાનાર ભાદરવી પૂનમના મહામેળામાં આજે રથનું પ્રસ્થાન કરાવીને ઉદ્ઘાટન કરવામાં આવશે. 

ભાદરવી પૂનમના મહામેળામાં આ વખતે ૩,૨૫,૦૦૦ કિલો મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવશે. ૧૦૦ રસોઇયાઓ મોહનથાળનો પ્રસાદ બનાવી રહ્યા છે અને ૩૦૦ જેટલા કર્મચારીઓ પ્રસાદનાં બૉક્સના પૅકિંગનું કામ કરી રહ્યા છે. મોહનથાળ બનાવવામાં ૧૦૦૦ ઘાણ થશે. એક ઘાણમાં ૧૦૦ મિલો બેસન, ૧૫૦ કિલો ખાંડ, ૭૫ કિલો ઘી, ૨૦૦ ગ્રામ એલચીનો ઉપયોગ કરવામાં આવે છે.

ambaji gujarat gujarat news culture news astrology