`આખરે બેટ દ્વારકા 100 ટકા અતિક્રમણથી મુક્ત થયું`: ગૃહ રાજ્યમંત્રીએ આપી માહિતી, જુઓ વીડિયો

21 January, 2025 08:36 PM IST  |  Dwarka | Gujarati Mid-day Online Correspondent

Bet Dwarka Illegal Construction Demolished: સંઘવીએ પોતાની પોસ્ટમાં લખ્યું, `દેવભૂમિ દ્વારકાના તમામ સાત ટાપુઓ ગેરકાયદેસર બાંધકામથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયા છે.` દ્વારકાના 7 અલગ અલગ ટાપુઓ પરના ગેરકાયદેસર અતિક્રમણો સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે.

હર્ષ સંઘવીએ શૅર કરેલા વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

દેશમાં ગેરકાયદેસર અતિક્રમણ સામે સરકાર કડક કાર્યવાહી કરવા પગલાં લઈ રહી છે. હાલમાં ગુજરાતના યાત્રાધામ બેટ દ્વારકામાં પણ આ સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બેટ દ્વારકામાં થોડા સમયથી ચાલી રહેલી આ કાર્યવાહી બાબતે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ માહિતી આપતા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે

છેલ્લા કેટલાક વર્ષોમાં, ગુજરાતના યાત્રાધામ બેટ દ્વારકામાં સરકારી અને ગૌચર જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો હવે સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે. આ સંદર્ભે, જિલ્લા વહીવટીતંત્રે પહેલાથી જ અતિક્રમણ કરનારાઓને નોટિસ ફટકારી હતી અને હવે બેટ દ્વારકાને 100 ટકા અતિક્રમણ મુક્ત બનાવવામાં આવ્યું છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક ટ્વિટમાં આ વાત કહી છે.

અતિક્રમણ દૂર થયા પછી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી છે. સંઘવીએ પોતાની પોસ્ટમાં લખ્યું, `દેવભૂમિ દ્વારકાના તમામ સાત ટાપુઓ ગેરકાયદેસર બાંધકામથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયા છે.` દ્વારકાના 7 અલગ અલગ ટાપુઓ પરના ગેરકાયદેસર અતિક્રમણો સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દળે 36 ગેરકાયદેસર ધાર્મિક અતિક્રમણ દૂર કર્યા છે.

સાંસ્કૃતિક વારસો સુરક્ષિત

હર્ષ સંઘવીએ પોતાની પોસ્ટમાં આગળ કહ્યું, `છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી. અહીંના 7 ટાપુઓને ગેરકાયદેસર બાંધકામોથી 100 ટકા મુક્ત કરવામાં આવ્યા છે. મંત્રીએ રાજ્યના સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં જિલ્લા વહીવટીતંત્રની ટીમના સમર્પણ અને પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા બેટ દ્વારકામાં કેટલાક ગેરકાયદેસર બાંધકામો સામે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઑપરેશનમાં હોમગાર્ડ કર્મચારીઓ અને અન્ય એજન્સીઓ સાથે લગભગ 1000થી વધારે પોલીસ કર્મચારીઓને લગાવવામાં આવ્યા છે. આજની કાર્યવાહી થકી પહેલાથી જિલ્લા પ્રશાસને બેટ દ્વારકા જનારા બધા માર્ગો બંધ કરીને આવાગમનને અટકાવી દેવામાં આવ્યું હતું અને કહ્યું કે બેટ દ્વારકા આવનારા તીર્થયાત્રીઓ માટે પણ આજે દર્શન બંધ રહેશે. આ સમગ્ર મુદ્દા પર, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ `X` પર પોસ્ટ કરીને લખ્યું, "બેટ દ્વારકા દેશભરના કરોડો લોકો માટે શ્રદ્ધાની ભૂમિ છે. અમે કૃષ્ણની જમીન પર કોઈપણ ગેરકાયદેસર અતિક્રમણ થવા દઈશું નહીં. આપણી શ્રદ્ધા અને સંસ્કૃતિનું રક્ષણ કરવાની જવાબદારી આપણી છે. હાલમાં, બેટ દ્વારકામાં આગામી સૂચના સુધી તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર ખૂબ જ સાવધાની રાખી રહ્યું છે અને સીસીટીવી અને ડ્રોન કેમેરાની મદદથી કડક નજર રાખી રહ્યું છે.

dwarka gujarat news gujarat gujarat government Gujarat BJP jihad