01 June, 2023 10:05 AM IST | Ahmedabad | Shailesh Nayak
સોમનાથ મંદિરમાં આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રી.
ગુજરાતના પ્રવાસે આવેલા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગઈ કાલે સૌરાષ્ટ્રના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં ભગવાન સોમનાથદાદાના શરણે પહોંચીને શ્રદ્ધાપૂર્વક શીશ નમાવીને દેવાધિદેવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
ધીરેન્દ્ર શાસ્ત્રી ગઈ કાલે હવાઈ માર્ગે અમદાવાદથી કેશોદ ગયા હતા અને ત્યાંથી યાત્રાધામ સોમનાથમાં દર્શન કરવા ગયા હતા. મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણોએ તેમને આવકાર્યા હતા. ભગવાન સોમનાથદાદા સમક્ષ તેઓ નતમસ્તક થઈને દર્શન કર્યાં હતાં અને દાદાને જળાભિષેક કર્યો હતો. મંદિરમાં તેમણે ધજાપૂજન અને પાઘપૂજન કર્યું હતું. તેમણે કેસરિયા રંગની પાઘ સોમનાથ મહાદેવને પૂજનમાં અર્પણ કરી હતી.